Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

હવે ક્રિકેટર સમીની પત્નિનું પત્રકારો સાથે ખરાબ વર્તન

ટીવી ચેનલના કેમેરાને પણ તોડી નખાયું : મિડિયા સાથે ખરાબ વર્તનના લીધે હસીન પણ વિવાદમાં

કોલકાતા,તા. ૧૩ : ક્રિકેટર મોહમ્મદ સામી અને તેમના પત્નિ હસીન વચ્ચે વિવાદ હજુ શાંત થઇ રહ્યો નથી. બીજી બાજુ સમીની પત્નિ હસીન મામલામાં મિડિયાની દરમિયાનગીરીથી હવે પરેશાન થઇ ચુકી છે. આજે પત્રકારો સાથે ખરાબ વર્તન પણ કરવામાં આવ્યું હતું. એવો આક્ષેપ છે કે, પ્રશ્ન પુછવામાં આવ્યા બાદ હસીને પત્રકારો સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ ઉપરાંત એક ખાનગી ચેનલના કેમેરાને પણ તોડી નાંખ્યો હતો. સમી ઉપર બીજી યુવતીઓની સાથે ગેરકાયદે સંબંધો રાખવાના આરોપ લગાવી ચુકેલી તેમની પત્નિ હસીન સતત મિડિયાના સવાલોનો સામનો કરી રહી છે. કોલકાતામાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તે લાલઘૂમ થઇ ગઇ હતી. એક ચેનલના કેમેરાને તોડી પાડવામાં આવ્યો હતો. સોમવારના દિવસે પણ તે ભારે પરેશાન રહી હતી. વકીલ જાકીરે કહ્યું છે કે, મિડિયાના લોકોને સમજવાની જરૂર છે કે પ્રાઇવેટ સ્પેશની બાબત મહત્વપૂર્ણ છે. અમે પોતાના સ્તર પર તમામ બાબતોને સુધારવાના પ્રયાસો કરી રહ્યા છીએ. મિડિયાને પણ લોકપ્રિયતાને લેવાના પ્રયાસ કરવાને બદલે સ્થિતિને હળવી કરવાના પ્રયાસ કરવા જોઇએ. બીજી બાજુ મોહમ્મદ સમીના સંબંધીઓએ ગઇકાલે તેમની પત્નિ હસીન જહાંના વકીલ જાકીર હુસૈનની સાથે વાતચીત કરી હતી. સમી અને તેની વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. કોર્ટની બહાર વિવાદને ઉકેલવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. હસીનના વકીલે વાતચીતની એવી વાત પણ કબૂલી છે કે, કોર્ટની બહાર વિવાદનો ઉકેલ લાવવામાં આવી શકે છે. જો કે, હસીને કહ્યું છે કે, તે સમી અને તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી રહેલા સમજૂતિના પ્રયાસોને લઇને ખુબ સાવધાન થયેલી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. એફઆઈઆર દાખલ કરતા પહેલા સમીને અનેક કોલ કરવામાં આવ્યા હતા પરંતુ સમીએ કોઇ જવાબ આપ્યા ન હતા. એક પત્નિ હોવાની સાથે સાથે તે એક માતા પણ છે. તેના બાળકનું ભવિષ્ય દાવ ઉપર છે. સમીને સુધારવા માટે તે જે કંઇ પણ કરી શકતી હતી તે પ્રયાસો કરી ચુકી છે. બદલામાં તેને માત્ર ધમકીઓ અને અપમાનનો સામનો કરવો પડ્યો છે. હવે બાંધછોડના મૂડમાં તે દેખાઈ રહી નથી. હસીને સમીની એવી બાબતને પણ ફગાવી દીધી છે કે, તે એકલામાં વાત કરીને વિવાદનો ઉકેલ લાવવા ઇચ્છુક છે. હવે તે પોતાના સંબંધોને બચાવવાના વધારે પ્રયાસ કરી રહી નથી. કારણ કે, મામલો ખુબ આગળ વધી ગયો છે.

(8:26 pm IST)