Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુકત કરવાનો સંકલ્પ

નરેન્દ્રભાઇ મોદીએ ટીબી મુકત અભિયાનનો કર્યો પ્રારંભઃ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સંમેલનની કરી શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ટીબી નિર્મૂલન શિખર સમ્મેલનની શરૂઆત કરી. આ કાર્યક્રમ મારફતે ટીબી મુકત ભારત અભિયાનનો પણ પ્રારંભ કર્યો. સ્વાસ્થ્ય મંત્રાલય, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ષ્ણ્બ્), સાઉથ ઈસ્ટ એશિયા રિઝનલ ઓર્ગેનાઈઝેશન (એસઈએઆરઓ) તથા સ્ટોપ ટીવીના સહયોગથી આ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ટીવીને ૨૫ વર્ષ પહેલા ષ્ણ્બ્ દ્વારા ઈમરજન્સી જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારથી તેના વિરૂદ્ઘ અભિયાન ચલાવી રહ્યું છે. ભારત પણ ઘના સમયથી ટીવી વિરૂદ્ઘ લડાઈ લડી રહ્યું છે. જે રીતે અત્યાર સુધી કામ કરવામાં આવી રહ્યું છે, તેને ફરી એકવાર શરૂ કરવાની જરૂર છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, આજનું આ સમ્મેલન ટીબીનો અંત આણવા માટે એક નવો અધ્યાય સાબિત થશે. ટીબીએ જે રીતે દેશની વ્યવસ્થા પર અસર વર્તાવી છે તે જોતા તેના વિરૂદ્ઘ લડાઈ જરૂરી બની છે. ભારતમાં ટીવીનો પ્રભાવ સૌથી વધારે છે, ગરીબ લોકો તેનો સૌથી વધુ ભોગ બને છે. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે દુનિયામાંથી ટીબીનો અંત કરવા માટે ૨૦૩૦દ્ગટ સમય નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ ભારતે આ લક્ષ્ય ૨૦૨૫દ્ગફ્રત્ન રાખ્યુ  છે. અમે નવી રણનીતિ સાથે ટીબીને દેશમાંથી સમાપ્ત કરવાનું શરૂ કરી દીધુ  છે. ભારત આ લડાઈમાં પ્રાઈવેટ સેકટરને પણ શામેલ કરી રહ્યું છે.

કેન્દ્ર-રાજયએ સાથે મળી કામ કરવુ  પડશે

વડાપ્રધાને કહ્યું હતું કે, ટીબીને ભારતમાંથી જડમૂળથી ઉખાડી ફે કવા માટે રાજય સરકારોનો મહત્વનો રોલ છે, કેન્દ્ર અને રાજય આ મિશનને આગળ ધપાવશે. મે  પોતે તમામ રાજયોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને આ મિશનમાં શામેલ થવાની અપીલ કરી છે. ટીમ ઈન્ડિયાના રૂપમાં આ દિશામાં આપણે કામ કરવુ  પડશે.

ટીબીના દર્દીઓ બાબતે વડાપ્રધાને કહ્યું હતું કે, ટીવીનો દર્દી જે રીતે પોતાની ઈચ્છાશકિત દ્વારા આ બિમારી સામે વિજય મેળવે છે, તે અન્ય માટે પણ પ્રેરણાનું કામ કરે છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે દર્દીઓની ઈચ્છાશકિત અને પોતાની ર્ષ્ટીસ્નસ્નજ્ઞ્ઁર્ીદ્દફૂ વ્ગ્ રૃંશ્વત્ત્ફૂશ્વસ્નદ્ગક મદદથી ભારતની સાથોસાથ દુનિયાનો દરેક દેશ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશે. તેમણે કહ્યું હતું કે, આ બાબતને એમ મિશનની માફક લેવી પડશે, ટીબી ફ્રી ગામ, ટીબી ફ્રી પ ચાયત, ટીબી ફ્રી શહેર, ટીબી ફ્રી રાજય અને ટીબી ફ્રી દેશના લક્ષ્યા કને પૂર્ણ કરવુ  જ પડશે.

તેમણે કહ્યું ભારતમાં ઈમ્યુનિઝેશન ૩૦ થી ૩૫ વર્ષથી ચાલી રહ્યું છે. તેમ છતા  ૨૦૧૪ સુધી આપણે સંપૂર્ણ કવરેજનું લક્ષ્ય પ્રાપ્ત નહોતા કરી શકયા. જે ઝડપે ઈમ્યુનિઝેશનનો વિસ્તાર વધી રહ્યો હતો, જે એ જ ઝડપથી યથાવત રહેત તો સંપૂર્ણ કવરેજ સોધી પહો ચવામાં ૪૦ વર્ષ લાગી જાત. પહેલા આ ગતિ ૧ ટકાની ઝડપે આગળ વધી રહી હતી, હવે ૬ ટકા પહો ચી ગઈ છે.

આ કાર્યક્રમમાં ષ્ણ્બ્દ્ગક્ન ડાયરેકટર જનરલ ટેડ્રોસે કહ્યું હતું કે ભારત તરફથી ટીબીના અંટ માટે જે અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, તે ખુબ જ આવકારદાયક છે. ભારત સરકાર ટીવીના અંત માટે સકારાત્મક પગલા ભરી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે ટીબી જેવી બિમારી આખી દૂનિયામાંથી નાબૂદ થાય. ભારતમાં આ અભિયાન ભારત સરકાર અને ષ્ણ્બ્ સાથે મળીને ચલાવશે.

(4:03 pm IST)
  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 4:26 pm IST

  • ગુજરાતના પૂર્વ પોલીસ ઓફિસર ડી.જી. વણઝારાએ ઈસરત જહાં એન્કાઉન્ટર કેસમાં ડીસ્ચાર્જની માંગણી કરીઃ આરોપો ઉભા કરાયેલા છેઃ મોદીની પણ સીબીઆઈ એ પૂછપરછ કરી હતી : ઈસરત જહાં કેસમાં ડીસ્ચાર્જ માગતા વણઝારાઃ પીએમનો ઉલ્લેખ access_time 11:21 am IST

  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST