Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

હોન્ડા સીટી, મારૂતી સિયાઝને ટક્કર આપશે ટોયોટા યારીસ

ટોયોટા કાર કંપની તૂર્તમાં જ પોતાની નવી સીડેન યારીસને લઈને બજારમાં આવી રહી છે. આ વર્ષના મે મહિનામાં આ કાર લોન્ચ થશે. તેનુ બુકીંગ એપ્રિલ ૧૮થી શરૂ થઈ જશે. ૧.૫ લીટર પેટ્રોલ એન્જીન સાથે આ કાર ૬ સ્પીડ મેન્યુઅલ અને ૭ સ્પીડ સીવીટી ઓટોમેટીક ગીયર બોકસથી સજ્જ હશે. ટોયોટા યારીસનો મુખ્ય મુકાબલો હોન્ડા સીટી, સુઝુકી સિયાઝ હુન્ડાઈ વરના અને ફોકસવેગન વેંટો વિગેરે સાથે થશે.

(4:02 pm IST)