Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

હિમાચલની ઇન્ડિયન ટેકનો મેકે ૨૧૭૫ કરોડનું કૌભાંડ આચર્યું

મિશ્ર ધાતુ બનાવતી કંપનીએ નકલી દસ્તાવેજો ઉભા કરી સરકારને વેટ પણ ચૂકવ્યો નહિ

શિમલા તા. ૧૩ : હિમાચલ પ્રદેશના જકાત અને કરવેરા વિભાગે ભ્રષ્ટાચારના એક મોટા કેસમાં ઇન્ડિયન ટેકનો મેક નામની કંપની વિરૂધ્ધ ૨૧૭૫ કરોડ રૂપિયા સેલ્સ ટેક્ષની ચોરીના આરોપમાં કેસ નોંધાયો છે. પંજાબ નેશનલ બેંક અને રોટોમેક કૌભાંડથી પરેશાન ભારતીય બેંક અને સરકારની સામે આ કંપનીનું નવુ કૌભાંડ સમસ્યા ઉભી કરી શકે છે.

હિમાચલના સિરમોરમાં આવેલા આ કંપનીના પ્રબંધક નિર્દેશક અને ત્રણ અન્ય નિર્દેશકને આ ભ્રષ્ટાચાર મામલે ફરીયાદ નોંધાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કંપ્નીએ સરકાર અને બેંકોના સંગઠનને ૬ હજાર કરોડ રૂપિયાથી વધુ ચુનો લગાવ્યો છે. મિશ્ર ધાતુનો કારોબાર કરતી કંપ્ની ૨૦૦૯થી ૨૦૧૪ વચ્ચે સેલ્સટેક્ષમાં ૨,૧૭૫ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું.

સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીએ બનાવટી દસ્તાવેજો દ્વારા પોતાની કંપનીને સેલ્સટેક્ષમાંથી અલગ કરી અને સરકારે એક પણ રૂપિયાનો વેટ ચુકવ્યો નથી. સુત્રોના જણાવ્યા મુજબ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે અને તથ્યો સામે આવ્યા બાદ તેને ઇડીને સોંપાશે.

(3:43 pm IST)