Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

હાથમાં હાથ રાખી મોદીએ ગાઇડની ભૂમિકા ભજવીઃ સોશ્યલ મિડીયામાં મોદી ટ્રોલ થયા!!

એક તરફ હજારો ખેડૂતો ચાલીને રોષ પ્રદર્શિત કરતા હતા- બીજી તરફ વડાપ્રધાનની અનેરી મહેમાનગતિ

લખનૌ તા. ૧૩ : મંગળવાર પીએમ મોદી ફ્રાન્સના પ્રમુખને પોતાના મત વિસ્તાર વારાણસીની મુલાકાતે લઈ આવ્યા હતા એ પછી તેમણે મેક્રોને અલગ અલગ ઘાટોની મુલાકાત કરાવી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પરિચય કરાવ્યો હતો. આ આખા પ્રવાસ દરમિયાન કયાંક મોદી ગાઈડની ભૂમિકામાં જોવા મળ્યા હતા, તો કયાંક મેક્રો ગાઢ મિત્ર હોય તેમ હાથમાં હાથ નાખીને બંને ફર્યા હતા.

આ તસવીરો જોઈને સોશિયલ મીડિયામાં લોકોએ મોદીને ટ્રોલ કર્યા હતા. એક તરફ મહારાષ્ટ્રમાં ખેડૂતો પગપાળા યાત્રા કરીને પગે લોહી ઉતારે છે ત્યારે મોદી વિદેશી મહેમાનની આવી મહેમાનગતિ કરે છે તે જોઈને કેટલાક લોકોએ આકરા શબ્દોમાં કહ્યું હતું કે મોદી આ પ્રવાસમાં પીએમ કમ ટૂર મેનેજરની ભૂમિકા નિભાવી રહ્યા છે.

કેટલાક લોકોએ કહ્યું કે એક તરફ ખેડૂતોના પગ પોતાની વ્યથા ઠાલવવા માટે લોહીલૂહાણ થયા છે ત્યારે મોદી વિદેશી મહેમાનને ફૂલગુલાબી વાતાવરણનો અનુભવ કરાવવા પોતાના મત વિસ્તારમાં લઈ ગયા છે.

શમિલા નામની એક યુઝરે લખ્યું ૅં કિસાન કા ઈતના બડા માર્ચ હે ઓર યે આદમી ટૂરિસ્ટ ગાઈડ બન બૈઠા હૈ! રવિ સેન નામના યુઝરે ટ્વિટ કર્યું ૅં એક બાર મેક્રો કો મુંબઈ કી સડકો પર નંગે પૈર ઔર ભૂખે પેટ ચલ રહે હજારો કિસાન કો ભી દિખા દો. અનમોલ પાલ નામના યુઝરે લખ્યું કે એક તરફ ખેડૂતો પોતાના હક માટે મુંબઈમાં આંદોલન કરવા મજબૂર બન્યા છે ને બીજી તરફ માનનીય પીએમ અલગ અલગ અંદાજમાં ફોટો પડાવવામાં વ્યકત છે. અમિત સિંહ નામના ટ્વિટર યુઝરે વનલાઈનર લખ્યુંૅં અન્નદાતા પસ્ત (ઉદાસ) મોદીજી નૌકાવિહાર મે મસ્ત! (૨૧.૩૧)

(3:35 pm IST)