Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

જોધપુરમાં 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ના શુટીંગ દરમિયાન અમિતાભ બચ્ચનની તબિયત લથડી

અચાનક તબિયત બગડતા શુટીંગ બંધઃ ભારે કોસ્ચ્યુમ - તાપમાનમાં વધારાના કારણે તબીયત બગડી હોવાનું અનુમાન : મુંબઇથી ખાસ વિમાનમાં ડોકટરો દોડી આવ્યાઃ જરૂર પડયે ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઇ લઇ જવાશે

જોધપુર તા. ૧૩ : બોલિવુડનાં શહેનશાહ અમિતાભ બચ્ચનની તબીયત ફરી એક વાર બગડી ગઈ છે. હાલમાં તેઓ પોતાની આગામી ફિલ્મ લૃઙ્ગ—ડઝ્ર ઓફ હિંદુસ્તાલૃનું શૂટિંગ કરી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈથી કટલાક ડોકટર્સની ટીન પ્રાઈવેટ જેટ દ્વારા જોધપુર જવા માટે રવાના થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ડોકટર્સે બિગબીની તબીયત બગડવાનું કારણ જણાવતા કહ્યું કે હાલમાં જોધપુરમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને અમિતાભને ગરમીમાં શૂટિંગ કરવું પડે છે.ઙ્ગ

ડોકટર્સે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ અમિતાભની તબીયત અંગે માહિતી આપશે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન ફિલ્મમાં યુદ્ઘનાં સીનમાં ભારે ભરકમ કોસ્ચ્યૂમ પહેરીને શૂટિંગ કરી રહ્યાં હોવાનાં કારણે તેમને અશકિત અને થાકનો અનુભવ થઈ રહ્યો છે. અમિતાભ બચ્ચને પોતાનાં બ્લોગમાં લખ્યું કે તેઓ મંગળવારે પોતાની ડોકટર્સની ટીમને મળશે જેથી તેમનું શરીર ફરી એક વાર ફીટ થઈ જાય. તેમણે લખ્યું કે 'હું આરામ કરીશ અને તમને મારી તબીયત વિશે જાણકારી આપતો રહીશ.'

હાલમાં અમિતાભ બચ્ચન ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન'ના શૂટિંગ માટે રાજસ્થાનના જોધપુરમાં છે.ઙ્ગહાલમાં બિગ બી સાથે અભિનેતા આમિર ખાન છે. ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનના શૂટિંગ દરમિયાન બિગ બીની તબિયત બગડી હતી ત્યાં જ શૂટિંગ દરમિયાન તેમની તબિયત વધારે ખરાબ થઇ ગઇ હતી. તમને જણાવી દઇએ કે, આ પહેલા ફિલ્મનાં શૂટિંગ માટે બિગ બી થાઇલેન્ડ ગયા હતા જયાં પણ તેમની તબિયત વધારે બગડી ગઇ હતી. આ વાતની જાણકારી પણ બિગ બીએ પોતે જ આપી હતી.

અમિથાભ બચ્ચને પોતાના બ્લોકમાં લખ્યુ- 'સવારનાં ૫ વાગ્યા છે. એક નવી સવારની શરૂઆત, કેટલા લોકો જીવવા માટે કામ કરે છે અને મહેનત કરે છે. આ ખુબ જ કઠોર છે. મુશ્કેલીઓ વીના કંઇ જ મેળવી શકાતુ નથી. ખુબ જ નારાશા અને દર્દ થશે ત્યારે જ આપણા સૌથી આશા પૂર્ણ થશે કયારેક થશે તો કયારેક નહી થાય જયારે તેઓ ન કહે ત્યારે આપણે પોતાનું સારૂ આપવાની આવશ્યકતા હોય છે.'

બિગ બીની તબિયત ખરાબ થવાના સમાચાર મીડિયામાં આવતાની સાથે જ અમિતાભ બચ્ચનનાં પ્રસંશકો હજારોની સંખ્યમાં જોધપુર એરપોર્ટ પર પહોંચી ગયા છે. ઘણા લોકો તેમની હોટલની આસપાસ પણ એકઠા થઇ ગયા છે.

(2:56 pm IST)
  • ઈન્ડિગોએ તેની ૩૨૦ એરબસના ૯ વિમાનો ઉડ્ડયનમાંથી દૂર કર્યાઃ ૪૭ ફલાઈટો રદ થઈઃ અમદાવાદથી લખનૌ જતા પ્લેનનું એન્જીન હવામાં બંધ થઈ જતા : ઈન્ડિગો અને ગો-એર પાસે એ-૩૨૦ નીયો સિરીઝના ૧૧ વિમાનોઃ હવે આ બધા વિમાનમાં નવા એન્જીન લગાડાશેઃ ઉડાન ભર્યા પછી અથવા હવામાં એન્જીનો એની મેળે બંધ થઈ જતા હતા access_time 11:28 am IST

  • ટ્રમ્પને હાઈસકારોઃ રશીયા સાથેની સાંઠગાંઠ અંગે પુરાવા ન મળ્યાઃ અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશીયા સાથે સાંઠગાંઠના આક્ષેપો અંગે કોઈ જ પુરાવા ન હોવાનું અમેરિકી રીપબ્લિકન હાઉસ પેનલે જાહેર કરેલ છે access_time 11:29 am IST

  • મેકિસકોઃ હિંસાને કારણે ૨૪ કલાકમાં ૧૬ના મોત : મેકિસકોના ગુરેરોમાં છેલ્લા ૨૪ કલાકમાં હિંસાની જુદી-જુદી ઘટનાઓમાં કુલ ૧૬ના મોત થયા access_time 12:55 pm IST