Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

પાક.ના પંજાબમાં સ્કૂલોમાં ડાન્સ પર પ્રતિબંધનું તાલિબાની ફરમાન

નાચવું 'અનૈતિક' કૃત્ય, ભંગ કરતી સ્કૂલો સામે પગલાની ચેતવણી

નવી દિલ્હી તા. ૧૩ : જાહેરમાં નાચવું એ અનૈતિક કૃત્ય છે અને તે ધાર્મિક ધોરણોથી વિમુખતાનો માર્ગ છે તેમ કહીને પાકિસ્તાનના પંજાબ પ્રાંતે સ્કૂલોમાં વિવિધ ઇવેન્ટ્સ પર ડાન્સ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આવી સ્કૂલો કાયદાનું પાલન નહિ કરે તો તેમના લાઇસન્સ રદ કરી દેવાશે. આ મામલે જાહેર કરવામાં આવેલી સરકારી નોટિસમાં જણાવાયું છે કે ડાન્સ કાર્યક્રમો અથવા અન્ય કોઇ શ્નઅનૈતિક પ્રવૃત્ત્િ।ઓ' કે જે અધાર્મિક હોય તેમાં ભાગ લેવાની વિદ્યાર્થીઓને ફરજ પાડતી સ્કૂલો સામે પગલા લેવામાં આવશે. માત્ર સ્કૂલો જ નહિ તેના શિક્ષકો અને હેડ માસ્ટર્સ સામે પણ આકરાં પગલાં ભરાશે. આ અંગેના જાહેરનામામાં લખાયું છે કે કોમ્પિટિશન્સ, પેરેન્ટ્સ ડે, ટીચર્સ ડે અને અન્ય દિવસોમાં વિદ્યાર્થીઓને પાકિસ્તાની અને ભારતીય ગીતો પર ડાન્સ કરવાની પ્રથા છે.

(1:56 pm IST)