Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સ્થાનિક મુંબઈગરાઓએ આંદોલનકારીઓ માટે ભોજન, ચપ્પલ, પાણીની વ્યવસ્થા કરી-ફુલો આપ્યા

મુંબઇ, તા.૧૩ : ખેડૂતો જે માગ કરી રહ્યા હોય છે તેના પરમોટાભાગે ધ્યાન અપાતું નથી પરંતુ દેશભરમાંવિરોધના વિવિધ માર્ગો અપનાવનારા ખેડૂતોનેનાગરિકો દ્વારા પણ મદદ આપવામાં આવે છે. છ માર્ચથી મહારાષ્ટ્રનાનાસિકમાંથી નીકળેલી કિસાન રેલી સોમવારે મુંબઇ પહોંચી હતી. આશરે ૪૦,૦૦૦ ખેડૂતોસાથેની રેલી પગપાળા નાસિકથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચી હતી. 

મહારાષ્ટ્રના હજારો કિસાનો જ્યારે પાટનગરમુંબઇના માર્ગો પર પોતાની માગો સાથે ઉતર્યા ત્યારેશહેરવાસીઓ પોતાની જવાબદારી સમજી તેઓનીમદદે આવી ગયા હતા. જોગેશ્વરીના જંતા જાગૃતિમંચે ઉઘાડા પગે માર્ચ કરી રહેલા ખેડૂતોને ચપ્પલોદાન કરવા લોકોને અપીલ કરી હતી. ખેડૂતો ઉઘાડાપગે માર્ચ કરવા હોવાના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા શહેરના લોકોના દિલ કંપી ઉઠ્યા હતા અને તેઓ જગતના તાતની મદદે સ્વયંભૂ આવી ગયા હતા.

મુંબઇકરોએ ખેડૂતોને પાણી, ખજૂરઅને બિસ્કીટ પુરા પાડ્યા હતા જ્યારે ઘણા લોકોએતેમને ચપ્પલ, ભોજન અને ફુલો આપી સ્વાગતપણ કર્યું હતું. આઝાદ મેદાન નજીકના મુલુંડ સહિતના વિસ્તારોના લોકો તથા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા ખેડૂતોની વહારે આવ્યા હતા તથા તેમને ભોજન, પાણી સહિતની  સેવાઓ પુરી પાડી હતી. આ ઉપરાંત  આઇઆઇટી મુંબઇના વિદ્યાર્થીઓએ ખેડૂતોના સમર્થનમાં સૂત્રોચ્ચારો પણકર્યા હતા.

(1:03 pm IST)