Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

જામા મસ્જિદની સીડીઓ પરથી હિલેરી લપસી પડ્યા

મદદે આવેલા લોકોનો માન્યો આભાર : કરી પ્રશંસા

નવી દિલ્હી, તા.૧૩ : ભારતની મુલાકાતે આવેલા માજી અમેરીકી પ્રમુખ બિલ કિલન્ટનના પત્નિ અને ભૂતપૂર્વ વિદેશી મંત્રી હિલેરી કિલન્ટન મહેશ્વરથી માંહુ પહોંચ્યા હતા. ત્યારે તેઓએ જામા મસ્જિદની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ જામા મસ્જિદના પગથિયા પરથી લપસી પડ્યા હતા.

 આ દરમિયાન સાથે ચાલી રહેલા ટુર એડવાઈઝર અને સિકયુરીટી એજન્સીના સભ્યોએ તેઓને સંભાળ્યા.

સેન્ડલ કાઢીને મદદ કરીને પગથિયા ઉતરાવ્યા. આ બધુ જોઈને તેઓ ગદ્ગદિત થયા અને હિલેરીએ તે લોકોને ખુબ જ પ્રશંસા કરી અને તેઓએ કહ્યું કે, મેં વિચાર્યું નહોતુ કે લોકોના હૃદયમાં આજે પણ સંવેદના જીવિત છે.

(1:02 pm IST)