Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કાર્તિની મુસિબતો વધતી જાય છે! હવે સુપ્રીમમાં પડકારશે ઇડી

નવી દિલ્હી : આઇએનએકસ મીડીયા કૌભાંડ કેસમાં દિલ્હી હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવા એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે (ઇડી)એ નિર્ણય લીધો છે.

હાઇકોર્ટે ઇડીને આદેશ આપેલ કે કાર્તિ ચિદમ્બરમની ર૦ માર્ચ સુધી ધરપકડ કરવી નહિ. તે દિવસે સુનાવણ આગળ ચલાવશે.

દરમિયાન કાર્તિને રાહત આપતા દિલ્હી હાઇકોર્ટના આ હુકમને ઇડીએ સુપ્રિમમાં પડકારતા તેની સુનાવણી ૧પમીએ રાખવામાં આવી છે.

(12:57 pm IST)
  • ભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST

  • ઈન્ડિગોએ તેની ૩૨૦ એરબસના ૯ વિમાનો ઉડ્ડયનમાંથી દૂર કર્યાઃ ૪૭ ફલાઈટો રદ થઈઃ અમદાવાદથી લખનૌ જતા પ્લેનનું એન્જીન હવામાં બંધ થઈ જતા : ઈન્ડિગો અને ગો-એર પાસે એ-૩૨૦ નીયો સિરીઝના ૧૧ વિમાનોઃ હવે આ બધા વિમાનમાં નવા એન્જીન લગાડાશેઃ ઉડાન ભર્યા પછી અથવા હવામાં એન્જીનો એની મેળે બંધ થઈ જતા હતા access_time 11:28 am IST

  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 4:26 pm IST