Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ર-જી મામલે દેશને અંધારામાં રાખી ન શકાયઃ ૬ મહિનામાં તપાસ કરોઃ સુપ્રિમ

કોર્ટે કહ્યુ લાંબા સમયથી તપાસ ચાલી રહી છેઃ લોકો જાણવા માગે છે તપાસ કેમ પુરી નથી થતી ?

નવી દિલ્હી, તા. ૧૩ :. ૨-જી મામલામાં તપાસમાં થઈ રહેલી ઢીલને લઈને સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીનો ઉધડો લઈ લીધો છે. સુપ્રીમ કોર્ટે બન્ને એજન્સીઓને ૨-જી સ્પેકટ્રમ મામલો અને તેની સાથે જોડાયેલી તમામ તપાસો ૬ મહિનાની અંદર પુરી કરવા આદેશ આપ્યો છે. જસ્ટીસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યુ કે, 'તમે આવા ગંભીર મામલા ઉપર દેશના લોકોને અંધારામાં રાખી ન શકો'. લાંબા સમયથી તપાસ ચાલી રહી છે. હવે લોકો જાણવા માગે છે કે, તપાસ શા માટે પુરી થતી નથી ?

બેન્ચે કેન્દ્ર સરકાર વિરૂદ્ધમાં દાખલ થયેલી અવગણના અરજીને કાઢી નાખી હતી. આ અરજીમાં કેન્દ્ર સરકારના વકીલ આનંદ ગ્રોવરને હટાવી એડીશ્નલ સોલીસીટર જનરલ તુષાર મહેતાને સ્પેશ્યલ પ્રોસીકયુટર નિયુકત કરવા ઉપર વાંધો લેવાયો હતો. ગ્રોવરને સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં નિમણૂક આપી હતી. બેન્ચે કેન્દ્ર સરકારને ૨-જી સ્પેકટ્રમ મામલો અને એરસેલ-મેકસીમ સોદા સહિત આ સાથે જોડાયેલા તમામ તપાસોનો પ્રગતિ રીપોર્ટ બે સપ્તાહમાં આપવા કહ્યુ છે.(૨-૧૦)

(11:32 am IST)