Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ડમી કેન્ડિડેટ રેકેટથી મહારાષ્ટ્રમાં ખળભળાટઃ અનેક ધરપકડો

મહારાષ્ટ્રમાં એકના બદલે બીજાએ પરીક્ષા આપીઃ સેંકડોને નોકરીએ ચડાવી દેવાનું કૌભાંડ ઝડપાયુ

મુંબઇ તા. ૧૩ : મહારાષ્ટ્રની સી.આઈ.ડી બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા મહારાષ્ટ્રમાં પરીક્ષામાં ડ્મી ઉમેદવારો દ્વારા પરીક્ષા આપીને ૪૯ જેટલા કર્મચારીઓ નોકરી ઉપર ગોઠવાઈ ગયાનું ઝડપાઈ ગયું છે. આ આંકડો ખૂબ જ મોટો હોવાનું ઇન્ડિયન એકસપ્રેસનો ખાસ અહેવાલ જણાવે છે.

૧૫ જેટલા કર્મચારીઓની ધરપકડ થઈ છે. તેમણે પૂછપરછ દરમિયાન કબૂલ કર્યું હતું કે રાજયવ્યાપી ડમી કેન્ડિડેટ રેકેટ ફેલાયેલું છે.ઙ્ગ સંખ્યાબંધ કર્મચારીઓએ કબૂલ કર્યું હતું કે પરીક્ષા દીધા વિના જ તેઓ નોકરીએ ચઢી ગયા છે. મોટી રકમનાં બદલામાં તેમને સીધેસીધી નિમણૂંકોના ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા.ઙ્ગ

આવા ૪૯ કર્મચારીઓ અત્યારે નોકરી પર ચડી ગયા નું સીટની તપાસમાં બહાર આવ્યું છે. આવા ૧૫ કર્મચારીઓને પાંચ દિવસની રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા.

આ રિમાન્ડ પૂરી થતાં વધુ ત્રણ દિવસની વધુ રિમાન્ડ ઉપર કોર્ટે સોંપેલ છે. આ ૧૫ કર્મચારીઓએ અદાલતમાં કબુલ કર્યુ હતુ કે તેમના બદલે અન્ય ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેના બદલામાં તેમણે નાણાં ચૂકવ્યા હતા.ઙ્ગ ધરપકડ થયેલાઓમા કલાર્ક છે, ઉપરાંત વેલ્ફેર ઓફિસરો છે , એનીમલ હસબન્ડરી ઓફિસરો પણ છે.ઙ્ગ

આ ૧૫ ઉપરાંત અન્ય ૧૦ ની ધરપકડ થઈ છે જેઓ આ આખું કૌભાંડ ચલાવતા હતા. મુખ્ય ભેજું મનાતા પ્રબોધ રાઠોડની નાંદેડથી ધરપકડ થઈ છે . ૨ સબ ઈન્સ્પેકટરોની પણ ધરપકડ થઈ છે.ઙ્ગ

નાંદેડના આરટીઆઇ કાર્યકર યોગેશ જાદવે સંખ્યાબંધ આવા કેસો શોધી કાઢ્યા હતા, જેના પરથી મહારાષ્ટ્રવ્યાપી આખું કૌભાંડ બહાર આવ્યું છે.(૨૧.૮)

(10:14 am IST)