Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ભારત વિશ્વનો સૌથી મોટો શસ્ત્રો ખરીદનાર દેશ

ભારતની નિર્ભરતા અન્ય દેશો પર યથાવતઃ ચીન શસ્ત્રોની આયાત કરનારા દેશોની યાદીમાં ૫મા ક્રમે

નવી દિલ્હી તા. ૧૩ : ભારત હજુ સુધી દેશમાં ડિફેન્સ ઈન્ડસ્ટ્રી વિકસિત કરી શકયો નથી અને હથિયારોને લઈને ભારતની નિર્ભરતા અન્ય દેશો પર યથાવત છે. જેના કારણે ભારત દુનિયામાં હથિયાર અને સૈન્ય ઉપકરણોની આયત કરનારો પહેલા નંબરનો દેશ બની ગયો છે. ૨૦૧૩ થી ૨૦૧૭ દરમિયાન દુનિયાના દેશો દ્વારા આયાત કરેલા કુલ હથિયારોમાં એકલા ભારતની જ ભાગીદારી ૧૨ ટકા છે. દેશમાં સૈન્ય ઉપકરણોનું નિર્માણ ન કરી શકવાના કારણે ભારતીય સેનાએ સૈન્ય ઉપહરણો અને હથિયારો માટે બીજા દેશો પર જ નિર્ભર રહેવું પડે છે.

ઈંટરનેશનલ આર્મ ટ્રાંસફર્સે તાજેતરમાં જ આંકડાઓ બહાર પાડ્યાં છે. આ ડેટા અનુંસાર ભારત દ્વારા હથિયારોની ખરીદીમાં ૨૪ ટકાથી વધારેનો વધારો થયો છે. ૨૦૦૯-૨૦૧૩ ની સરખામણીમાં ૨૦૧૩-૨૦૧૭ સુધીમાં ૨૪ ટકા વધારે હથિયારો ખરીદવામાં આવ્યાં હતાં. ભારત બાદ આ યાદીમાં દુનિયાના ટોચના હથિયારોના ખરીદદાર સાઉદી અરેબિયા, મિશ્ર, યૂએઈ, ચીન, ઓસ્ટ્રેલિયા, અલ્જિીરયા, ઈરાક, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. ૨૦૧૩દ્મક ૨૦૧૭ દરમિયાન ભારતે હથિયારીની કુલ ખરીદીમાંથી ૬૨ ટકા હથિયારો તો માત્ર રશિયા પાસેથી જ ખરીદ્યા છે. ત્યાર બદ ૧૫ ટકા હથિયારો અમેરિકા અને ૧૧ ટકા ઈઝરાયેલ પાસેથી ખરીધ્યા હતાં.

ભારત રશિયા અને ઈઝરાયેલ પાસેથી વધારે હથિયારો ખરીદે છે. ચીનની વિદેશનીતિનો મુકાબલો કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાનું વલણ ભારતને લઈને બદલાયું છે અને અમેરિકા ભારતને પહેલાની સરખામણીમાં વધ્હારે હથિયાર સપ્લાઈ કરી રહ્યું છે. એશિયામાં ચીનનો દબદબો ઘટાડવામાં ભારત અમેરિકાની એક મજબુત સાથીની ગરજ સારી રહ્યું છે.

૨૦૦૮ થી ૨૦૧૨ની સરખામણીમાં ૨૦૧૩ થી ૨૦૧૭ સુધીમાં ભારતે અમેરિકા પાસેથી વધારે પ્રમાણમાં હથિયારો ખરીધ્યાં છે. આ વર્ષો દરમિયાન અમેરિકા પાસેથી ભારત દ્વારા હથિયારોની ખરીદીમાં લગભગ ૫૫૭ ટકાનો વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં અમેરિકા અને ભારત વચ્ચે ૧૫ બિલિયન ડોલરના હથિયારોની ડીલ થઈ છે.

બીજી બાજુ ચીન ડિફેંસ ઈન્ડસ્ટ્રિયલ બેઝને મજબુત બનાવવામાં સફળ રહ્યું છે. ચીન દુનિયામાં હથિયારોની આયાત કરનારા દેશોની યાદીમાં ટોપ ૫માં આવી ગયું છે. અમેરિકા, રશિયા, ફ્રાંસ અને જર્મની બાદ પાંચમાં ક્રમે ચીન છે. ચીન પાસેથી સૌથી વધારે હથિયારો પાકિસ્તાન ખરીધી રહ્યું છે. ચીને પોતાના નિકાસ કરેલા હથિયારોમાં ૩૫ ટકા તો માત્ર પાકિસ્તાનને મોકલ્યાં છે. ચીન પાસેથી હથિયારો ખરીદવામાં બીજા ક્રમે બાંગ્લાદેશ છે. જેને ૧૯ ટકા હથિયારો ચીન પાસેથી ખરીધ્યાં છે.(૨૧.૭)

(10:13 am IST)
  • PNBના 12000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળા કેસના મુખ્ય આરોપી નીરવ મોદી હોંગકોંગમાંથી પોતાનો વ્યવસાય સમેટવાની ફિરાકમાં છે. તપાસ એજન્સીઓ હોંગકોંગ પહોંચે તે પહેલા નીરવ મોદી હોંગકોંગમાં પોતાનો વ્યવસાય બંધ કરવામાં લાગ્યા છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લમિટેડની હોંગકોંગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે access_time 10:03 am IST

  • ઈન્ડિગોએ તેની ૩૨૦ એરબસના ૯ વિમાનો ઉડ્ડયનમાંથી દૂર કર્યાઃ ૪૭ ફલાઈટો રદ થઈઃ અમદાવાદથી લખનૌ જતા પ્લેનનું એન્જીન હવામાં બંધ થઈ જતા : ઈન્ડિગો અને ગો-એર પાસે એ-૩૨૦ નીયો સિરીઝના ૧૧ વિમાનોઃ હવે આ બધા વિમાનમાં નવા એન્જીન લગાડાશેઃ ઉડાન ભર્યા પછી અથવા હવામાં એન્જીનો એની મેળે બંધ થઈ જતા હતા access_time 11:28 am IST

  • 'મેરી સબસે ફેવરીટ માધુરી દીક્ષિત કે સાથ' : બોલીવુડ કલાકાર જેકી શ્રોફે માધુરી દીક્ષિત સાથે તો પોતાનો ફોટો ટ્વિટર ઉપર મુકી આવી નોંધ કરી છે access_time 3:39 pm IST