Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

વોટ્સએપમાં નવું ફીચર્સ મેસેજને ડીલીટ કરવા આપશે વધારે સમય

લેટેસ્ટ વર્ઝનમાં મેસેજને ડીલીટ કરવાનો સમય વધારીને 68 મિનિટ કરાયોઃ

 

નવી દિલ્હી ;વોટ્સએપમાં હવે નવું ફીચર્સ મેસેજને ડીલીટ કરવા માટે વધારે સમય આપશે એપ વોટ્સએપે હાલમાં એક નવા ફિચરની શરૂઆત કરી છે ઓક્ટોબરમાં જ્યારે ડિલીટ ફોર એવરીવન નામનં ફિચર લોન્ચ કરાયું ત્યારે મેસેજ કર્યાની સાત મિનિટની અંદર એને ડિલીટ કરવાની સગવડ હતી. હવે લેટેસ્ટ વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનમાં મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાનો સમયગાળો વધારી દેવામાં આ્વ્યો છે. હવે પહેલાંની સરખામણીમાં હવે એક કલાક અને આઠ મિનિટની સુધી મેસેજ ડિલીટ કરી શકાય છે

   અત્રે ઉલ્લેખનીય છે કે વોટ્સએપમાં આપવામાં આવેલું ફિચર બીજા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ કરતા અલગ છે. ફેસબુક મેસેન્જર અને ટેલિગ્રામમાં સિક્રેટ ચેટ જેવા ઓપ્શન જેમાં કેટલાક સમય પછી મેસેજ આપોઆપ ડિલીટ થઈ જાય છે

   હાલમાં વોટ્સએપના બીટા વર્ઝનમાં પાંચ અલગઅલગ પ્રકારના આઇકોન આપવામાં આ્વ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે આઇકોનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો પણ કિનારાઓને આકાર આપવામાં આ્વ્યો છે. હાલમાં ફિચર માત્ર બીટા વર્ઝન માટે છે.

(12:00 am IST)