Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

શ્રીનગરની સેન્ટ્રલ જેલમાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યું :NIA ના દરોડામાં પાકિસ્તાની ઝંડા,મોબાઈલ અને જેહાદી સાહિત્ય મળ્યું

જેલમાં બેઠા આતંકવાદી ગતિવિધિઓને અંજામ ?:NIA ની 20 ટીમોએ દરોડા પાડ્યા :કમાન્ડો અને ડ્રોનની પણ મદદ લેવાઈ

 

શ્રીનગર : શ્રીનગરની સેન્ટ્રલ જેલમાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યું છે જેલના કેદીઓએ પાકિસ્તાન સંબંધ હોવાનો મોટો ખુલાસો કર્યો છે.NIA ના દરોડામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે  આતંકવાદી જેલમાં બેઠેલા આતંકવાદી ગતિવિધિઓને ખુલ્લેઆમ પુરા પાડી રહ્યા હોવાના કાવત્રાનો ખુલાસો થયો છે

 

 રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ) અહીં કેન્દ્રીય જેલ પર દરોડો પાડ્યો હતો જેલમથી બે ડઝનથી વધારે મોબાઇલ ફોન, જેહાદી સાહિત્ય, પાકિસ્તાન ઝંડા અને ડેટા હાર્ટવેર જપ્ત કર્યા હતા એનઆઇએની ઓછામાં ઓછી 20 ટીમોએ હાઇસિક્યોરિટીવાળી જેલની બેરેક અને ખુલ્લા સ્થળો પર દરોડા પાડ્યા હતા. ટીમોની મદદ માટે એનએસજીનાં કમાન્ડો અને ડ્રોન પણ લગાવવામાં આવ્યા હતા. જેલમાં કેટલાક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પણ છે,તેમાં કેટલાક પાકિસ્તાનીઓ પણ છે

   એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, કુપવાડામાં બે યુવકો દાનિસ ગુલામ લોન અને સુહૈલ અહેમદ ભટ્ટની ધરપકડની તપાસ અંગે જેલ પરિસરની શોધખોળ માટે લાવવામાં આવી રહ્યા છે. જેની સંપુર્ણ કાવત્રુ શ્રીનગરનાં કેન્દ્રીય કારાગારમાં રચાઇ હતી. જો કે શોધખોળ અભિયાન સવારે ચાલુ થયું અને બપોર સુધી ચાલ્યું હતું. તે દરમિયાન તમામ બેરકો અને ખુલ્લા સ્થળોની સુપ્રશિક્ષિત ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી. કામમાં મેન્ટલ ડિટેક્ટરોની પણ મદદ લેવામાં આવી. એનઆઇએની ટીમોની સાથે મેજીસ્ટ્રેટ, ગવાહ અને ડોક્ટર પણ હતા. સંપુર્ણ શોધખોળ દરમિયાન ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી હતી.

   અધિકારીઓની અનુસાર શોધખોળ દરમિયાન 25 મોબાઇલ ફોન, કેટલાક સિમકાર્ડ, પાંચ સુરક્ષીત ડિજિટલ કાર્ડ, પાંચ પેનડ્રાઇવ, એક આઇપોડ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજ અને હિજબુલ મુજાહિદ્દીનનાં પોસ્ટર, પાકિસ્તાની ઝંડા, જેહાદી સાહિત્ય જેવી ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી. એનઆઇએ શ્રીનગરની એક હોસ્પિટલથી છ ફેબ્રુઆરીએ લશ્કર એ તોયબાનાં આતંકવાદી મોહમ્મદ નાવેદ ઝટ્ટથી ભાગી જવાની પણ તપાસ કરી રહ્યા છે.

(12:00 am IST)
  • દુનિયાની સહુથી પાવરફુલ ફેરારી કાર ભારતમાં લોન્ચ થઈ : ફેરારી 812 સુપરફાસ્ટ કાર ભારતમાં રૂ. 5.2 કરોડ (એક્સ-શોરૂમ)માં લોન્ચ કરવામાં આવી છે. આ અત્યાર સુધીમાં બનાવાયેલ સૌથી શક્તિશાળી ફેરારી કાર છે. આ નવી કાર ભારતમાં એફ 12 બર્લિનેટાની જગ્યા લેશે. ફેરારી 812 સુપરફાસ્ટમાં 6.5 લિટર વી12 એન્જિન છે, જે 789 બીએચપીનો મેક્સિમમે પાવર આઉટપુટ આપશે. access_time 2:34 pm IST

  • છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક મોટો નક્સલવાદી હુમલો થયો છે. આ હુમલામાં, આઠ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સુકમા જિલ્લાના કાસ્તરામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ બ્લાસ્ટ્સ, લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, માઓવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં છ જવાનો ઘાયલ થયા છે, એમાંથી 4 જવાનોની હાલત ગંભીર ગણાવામાં આવી રહી છે. access_time 2:26 pm IST

  • ટ્રમ્પને હાઈસકારોઃ રશીયા સાથેની સાંઠગાંઠ અંગે પુરાવા ન મળ્યાઃ અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશીયા સાથે સાંઠગાંઠના આક્ષેપો અંગે કોઈ જ પુરાવા ન હોવાનું અમેરિકી રીપબ્લિકન હાઉસ પેનલે જાહેર કરેલ છે access_time 11:29 am IST