Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

અનિશ્ચિતકાળ સુધી ચીનના રાષ્ટ્રપતિ બનાવામાં સફળ થયેલા શી જિંગપિંગના મજબૂત રણનીતિકાર કોણ છે ??

જિંગપિંગને વિશ્વના શક્તિશાળી નેતા તરીકે રજૂ કરવાના કારણે વાંગ હુનિંગને ચીનના અમિત શાહ કહેવાય છે

 

 

બેઈજિંગઃચીનના અનિશ્ચિત કાળ સુધી શી જિંગપિંગને રાષ્ટ્રપતિપદે આરૂઠ રહેવાનો માર્ગ મોકળો થયો છે ચીનની સંસદે રાષ્ટ્રપતિ માટે બે કાર્યકાળની અનિવાર્યતાને બે-તૃતીયાંશ બહુમતીથી ફેરવી નાખી છે જેથી હવે શી ઝિનફિંગ ઈચ્છે ત્યાં સુધી સુધી ચીનના રાષ્ટ્રપતિ બનેલા રહેશે.છેલ્લા થોડા સમયથી ચીન અને જિનપિંગ સમગ્ર દુનિયાનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે. પોતાની રણનીતિથી જિનપિંગે ભારત સહિત સંપૂર્ણ દુનિયાને ચોંકાવી દીધા છે.ત્યારે શી જિનપિંગની મજબૂત રણનીતિ પાછળ કોણ કામ કરી રહ્યું છે? તેની પાછળ છે વાંગ હુનિંગયની મહત્વની ભૂમિકા રહી છે વાંગને જિનપિંગના મજબૂત સલાહકાર અને રણનીતિકાર માનવામાં આવે છે.

   રણનીતિ પાછળ જિનપિંગના સલાહકાર વાંગ હુનિંગનું મહત્વનો યોગદાન છે જિનપિંગ સાથે વાંગનું કનેક્શન કંઈક એવું છે જેવું ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી સાથે બીજેપી અધ્યક્ષ અમિતભાઈ  શાહનું છે

   ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈનીઝ સ્ટડીઝ ઈન દિલ્હીના જેબિન કહે છે કે, ‘જો શાહનું કામ મોદીની ચૂંટણીનું ગણિત સમજવાનું અને ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવવાનું છે, તો વાંગનું કામ ઝિનપિંગને દુનિયાના સૌથી શક્તિશાળી નેતા તરીકે રજૂ કરવાનું છે. જેના કારણે વાંગ હુનિંગને ચીનના અમિત શાહ કહેવામાં આવે છે. જિનપિંગની દરેક વિદેશ પ્રવાસમાં વાંગ હુનિંગ તેમની સાથે જોવા મળે છે.’

   છેલ્લા ઘણા સમયછી ચીન અને જિનપિંગની એક અલગ છબી ઉભરી આવી છે. જિનપિંગને મજબૂત નેતા બનાવવા માટે કમ્યુનિસ્ટ પાર્ટી અને વાંગ હુનિંગ ખુબ કામ કરી રહ્યા છે. જિનપિંગને અશ્ચિતસમય માટે રાષ્ટ્રપતિ બનાવવા માટે એક સંવૈધાનિક પરિવર્તન પણ કરવામાં આવ્યું. એવાત નક્કી છે કે ચીન જિનપિંગને દુનિયાના સૌથી તાકાતવર લીડર બનાવવા માંગે છે

---- 

 

(12:00 am IST)