Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ઓનલાઇન રીટેલ વેપાર કરતી એમેઝોન કંપનીની ફરી એક વાર હરકતઃ ભગવાન ગણેશના ફોટાવાળી ઘર વપરાશની વસ્‍તુઓ વેચવા મુકીઃ હિન્‍દુઓના ઉહાપોહથી તાત્‍કાલિક માફી માંગી આવી વસ્‍તુઓ વેબસાઇટ ઉપરથી હટાવી લીધી

નેવાડાઃ અવારનવાર જુદી જુદી વસ્‍તુઓ ઉપર હિન્‍દુ દેવી દેવતાઓના ફોટા મુકી વેચાણ વધારવાનો પ્રયત્‍ન કરતી ઓનલાઇન રીટેલ વેપાર સાથે સંકળાયેલી કંપની એમેઝોનએ તાજેતરમાં ભગવાન ગણેશ તથા ઓમના સિમ્‍બોલવાળી વસ્‍તુઓ વેચાણમાં મુકતા હિન્‍દુઓમાં ભારે ઉહાપોહ જોવા મળ્‍યો હતો.

આથી યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ટ શ્રીરાજન ઝેડએ વાંધો ઉઠાવી હિન્‍દુઓની લાગણી દુભાતી હોવા અંગે કંપનીને રજુઆત કરતા આવી તમામ પ્રોડકટ વેબસાઇટ ઉપરથી હટાવી લેવાઇ હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:40 pm IST)
  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST

  • ગુજરાતના પૂર્વ પોલીસ ઓફિસર ડી.જી. વણઝારાએ ઈસરત જહાં એન્કાઉન્ટર કેસમાં ડીસ્ચાર્જની માંગણી કરીઃ આરોપો ઉભા કરાયેલા છેઃ મોદીની પણ સીબીઆઈ એ પૂછપરછ કરી હતી : ઈસરત જહાં કેસમાં ડીસ્ચાર્જ માગતા વણઝારાઃ પીએમનો ઉલ્લેખ access_time 11:21 am IST

  • મેકિસકોઃ હિંસાને કારણે ૨૪ કલાકમાં ૧૬ના મોત : મેકિસકોના ગુરેરોમાં છેલ્લા ૨૪ કલાકમાં હિંસાની જુદી-જુદી ઘટનાઓમાં કુલ ૧૬ના મોત થયા access_time 12:55 pm IST