Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

વેનેજુએલા પાસેથી ક્રુડ ખરીદનારની ખૈર નથી : ભારત સહિતના દેશોને અમરિકાએ આપી ધમકી

જે દેશ અને કંપનીઓ માદુરોની ચોરીને સમર્થન કરશે તેને ભૂલી જવામાં નહિ આવે :જોન બોલ્ટની ગર્ભિત ચેતવણી

 

વૌશિંગટન: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ભારત સહિત દુનિયાના અન્ય દેશોને વેનેજુએલા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવાને લઇને ધમકી આપી છે. તેમણે કહ્યું કે જે દેશ અને કંપનિઓ સમસ્યાઓમાં ઘેરાયેલા રાષ્ટ્રપકિ નિકોલસ માદૂરોનીચોરીને સમર્થન કરશે, તેમને ભૂલી જવામાં નહિ આવે. બોલ્ટને મંગળવારે ટ્વિટર પર વાતની ચેતવણી આપી હતી. તેમણે લાતિન અમેરિકા દેશની સરકારી કંપની પીડીવીએસએના અધ્યક્ષ મેનુએલ ક્યુવેદોના આપેલા નિવેદનના એક દિવસ બાદ કહી હતી.  

 ક્યુવેદોએ ગ્રેટર નોએડામાં આયોજિત પેટ્રોટેક સંમેલન દરમિયાન પત્રકારો સાથે અલગથી વાત કરતા કહ્યું કે પાબંદી જેલી રહેલો તેમનો દેશ વધારે પ્રમાણમાં ક્રુડ ઓઇલને ભારતને વેચવા માંગે છે. અમેરિકાને વેનેઝુએલાના ક્રુડ ઓઇલના નિકાસ પર અંકુશ લગાવવાના ઇરાદાથી પીડીવીએસએ પર રોક લગાવી છે. અને સમાજવાદી રાષ્ટ્રપતિ માદૂરોને પદભષ્ટ્ર કરવાનું દબાણ કરી રહ્યા છે.

 ભારતને તેલ આપૂર્તિના કરનારો  વેનેઝુએલા તીજો સૌથી મોટો દેશ છે. ક્યૂવેદીની ભારત યાત્રા પર પ્રતિક્રિયા આપતા બોલ્ટને કહ્યું કે જો દેશ અને કંપનિઓ વેનેઝુએલાના સંસાધનની ચોરી કરનારને સમર્થન કરશે.

   ક્યૂવેદોની ક્રુડ ઓઇલ વેચવાને લઇને ભારત યાત્રાના સમાચાર આપતા તેમણે ટ્વિટર પર લખ્યું છે, વેનેઝુએલાના લોકોની સંપત્તિ સુરક્ષિત રાખવા માટે અમેરિકા તેમની તમામ શક્તિઓના ઉપયોગ કરશે. અમે અન્ય દેશોને પણ પ્રકારની પ્રક્રિયા કરવા માટે પ્રોત્સાહિત કરીએ છે.

(1:10 am IST)