Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

YSR કોંગેસના ધારાસભ્યએ એક લાખ લોકોને ઘડિયાળ વિતરણ કરતા ચૂંટણીપંચમાં ફરિયાદ

તમામ રૂપિયા અઘોષિત સ્ત્રોતમાંથી વાપરવામાં આવ્યાહોવાનો આરોપ

આંધ્રપ્રદેશની સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટી(TDP)એ YSR કોંગ્રેસ પક્ષ વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ટીડીપીએ વાયએસઆર કોંગ્રેસનાં ધારાસભ્ય સી.ભાસ્કર રેડ્ડી પર આરોપ લગાવ્યો છે. રેડ્ડીઓ એક લાખ લોકોને દિવાળ ઘડીયાળ વિતરણ કરી છે. તેલુગુ દેશમ પાર્ટીએ આરોપ લગાવ્યો કે એક ઘડિયાળની કિંમત એક હજાર રૂપિયા છે. આ તમામ રૂપિયા અઘોષિત સ્ત્રોતમાંથી વાપરવામાં આવ્યા છે.

   ટીડીપીએ ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આરોપ લગાવ્યો છે. જેમાં જણાંવ્યું છે કે ધારાસભ્ય ચેવિરેડ્ડી ભાસ્કર રેડ્ડીએ એક લાખ પરિવારોને દિવાળ ઘડિયાળ ભેટ સ્વરૂપે આપી છે. જેમાંથી એક ઘડિયાળની કિંમત લગભગ 1000 રૂપિયા છે. ટીડીપીએ આરોપ લગાવતા કહ્યું છે કે આ તમામ પૈસા ક્યાથી આવ્યા તે મોટો સવાલ છે. જેની તપાસ કરવામાં આવે.

(9:41 pm IST)