Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ગેરમાર્ગે દોરનારાને જનતા સજા આપે : અરુણ જેટલી

કેગના અહેવાલ બાદ અરુણ જેટલીનો મત : મામલો અહીં ખતમ થતો નથી : કોંગ્રેસ પાર્ટીના જુઠ્ઠાણાને કેગના અહેવાલમાં આખરે પર્દાફાશ થઇ ગયો છે : અરુણ જેટલી

નવીદિલ્હી, તા. ૧૩ : કેગના અહેવાલ આજે રાફેલ ડિલ અંગે રજૂ કરવામાં આવ્યા બાદ આમા કેટલીક બાબતોનો ખુલાસો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ રજૂ કરાયા બાદ અરુણ જેટલીએ રાફેલ ડિલ ઉપર પ્રશ્નો ઉઠાવનાર વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેગના અહેવાલથી રાફેલ અંગે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના જુઠ્ઠાણાનો પર્દાફાશ થઇ ગયો છે. રિપોર્ટને સચ્ચાઈની જીત તરીકે ગણાવીને જેટલીએ કહ્યું હતું કે, ગેરમાર્ગે દોરનાર લોકોને પ્રજા સજા આપે તે જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના જુઠ્ઠાણાનો હવે પર્દાફાશ થઇ ગયો છે. રાહુલ ગાંધી વારંવાર રાફેલનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. હવે ડિલથી સુપ્રીમ કોર્ટ અને સાથે સાથે સીએજી પણ સંતુષ્ટ છે ત્યારે સરકારની નિયતને લઇને પ્રશ્નો ઉઠવા જોઇએ નહીં. જેટલીએ ક્હયું હતું કે, દશક જુના સેન્ટ કિટ્સ મામલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ બીજી વખત આવું કરવા ઇચ્છુક નથી. ૧૯૮૯માં રાજીવની સરકાર હતી.

(7:36 pm IST)