Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પ્રિયંકા ગાંધીની કોંગ્રેસી કાર્યકરો સાથે બેઠક થઇ

પક્ષના કાર્યકરોના અભિપ્રાય લીધા

નવીદિલ્હી, તા. ૧૩ : કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાઢેરા આજે અમેઠીના પાર્ટી કાર્યકરો સાથે મિટિંગ કરવા પહોંચ્યા હતા. તેમના ભાઈ અને પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધી જે બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે તે સંસદીય બેઠક અમેઠીના કાર્યકરો સાથે પ્રિયંકા ગાંધીએ બેઠક યોજી હતી. લખનૌમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે આ બેઠક યોજાઈ હતી. પાર્ટીના કાર્યકરો સાથે આ લાંબી બેઠક ચાલી હતી. યૂથ કોંગ્રેસના પૂર્વ જનરલ સેક્રેટરી અશોક સિંહે કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી પાર્ટીના વર્કરો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ રાજ્યમાં પાર્ટીને કઈરીતે મજબૂત કરી શકાય છે તે પાસા ઉપર કાર્યકરોના અભિપ્રાય લીધા હતા. કોંગ્રેસના રાજ્ય એકમ, જિલ્લા એકમ અને યુનિટો પાસેથી પણ ફીડબેક લેવામાં આવી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ એવી ખાતરી આપી હતી કે, પાર્ટીના કાર્યકરોને જ્યારે પણ જરુપ પડશે ત્યારે તેઓ તેમની સાથે ઉભા રહેશે. તમામને સાથે મળીને મક્કમતા સાથે આગળ વધવા પ્રિયંકા ગાંધીએ કાર્યકરોને કહ્યું હતું. પ્રિયંકા હવે સતત સક્રિય થઇ ચુક્યા છે.

(7:33 pm IST)