Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પોખરણ રેન્જમાં ટ્રેઈનિંગમાં નિકળેલું એરફોર્સનું મીગ-17 વિમાન તુટી પડ્યું :પાયલોટનો બચાવ

વાયુસેના દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડી દેવામાં આવી છે

 

જેસલમેરઃ પોખરણ રેન્જમાં ટ્રેઈનિંગ નિકળેલું ઈન્ડિયન એરફોર્સનું મીગ-17 વિમાન તુટી પડ્યું હતું. જોકે, આ દુર્ઘટનામાં પાઈલટનો બચાવ થયો હતો.

 સમાચાર એજન્સી ANIના જણાવ્યા મુજબ, તાલીમ માટે ઉડાન ભરી રહેલું જેટ વિમાન લગભગ સાંજે 6.10 કલાકની આસપાસ તુટી પડ્યું હતું. પાઈલટ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. ઘટનાની તપાસ માટે વાયુસેના દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડી દેવામાં આવી છે. 

  છેલ્લા એક મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે ઈન્ડિયન એરફોર્સનું જેટ વિમાન તુટી પડ્યું હોય. 28 જાન્યુઆરીના રોજ જગુઆર વિમાન ઉત્તરપ્રદેશના કુશીનગર વિસ્તારમાં આવેલા એક ખેતરમાં તુટી પડ્યું હતું અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. જગુઆરના પાઈલટે ગોરખપુર એર બેઝથી ઉડાન ભરી હતી અને પોતાનો જીવ બચાવવામાં તે સફળ રહ્યો હતો. 

(12:00 am IST)