Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પોખરણ રેન્જમાં ટ્રેઈનિંગમાં નિકળેલું એરફોર્સનું મીગ-17 વિમાન તુટી પડ્યું :પાયલોટનો બચાવ

વાયુસેના દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડી દેવામાં આવી છે

 

જેસલમેરઃ પોખરણ રેન્જમાં ટ્રેઈનિંગ નિકળેલું ઈન્ડિયન એરફોર્સનું મીગ-17 વિમાન તુટી પડ્યું હતું. જોકે, આ દુર્ઘટનામાં પાઈલટનો બચાવ થયો હતો.

 સમાચાર એજન્સી ANIના જણાવ્યા મુજબ, તાલીમ માટે ઉડાન ભરી રહેલું જેટ વિમાન લગભગ સાંજે 6.10 કલાકની આસપાસ તુટી પડ્યું હતું. પાઈલટ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. ઘટનાની તપાસ માટે વાયુસેના દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડી દેવામાં આવી છે. 

  છેલ્લા એક મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે ઈન્ડિયન એરફોર્સનું જેટ વિમાન તુટી પડ્યું હોય. 28 જાન્યુઆરીના રોજ જગુઆર વિમાન ઉત્તરપ્રદેશના કુશીનગર વિસ્તારમાં આવેલા એક ખેતરમાં તુટી પડ્યું હતું અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. જગુઆરના પાઈલટે ગોરખપુર એર બેઝથી ઉડાન ભરી હતી અને પોતાનો જીવ બચાવવામાં તે સફળ રહ્યો હતો. 

(12:39 am IST)
  • રાજકોટ સ્વાઇન ફ્લુનો કહેર યથાવત : આજ રોજ વધુ 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા: બે મહિલા અને બે પુરુષ ના રિપોર્ટ આવ્યા પોઝિટિવ :રાજકોટ શહેરના 2 જિલ્લા ના 1 અને જૂનાગઢ જિલ્લાના 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ: 44 દિવસ માં 191 પોઝિટિવ કેશ નોંધાયા access_time 7:54 pm IST

  • અંજારમાં ગુજરાત પોલીસે કર્યું દિલધડક ઓપરેશન: ATM વાનના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી રૂ. 34 લાખની લૂંટ કરનાર હરિયાણાની ગેંગના બે સાગરિતોની કરી ધરપકડ : લૂંટારાઓ દ્વારા ફાયરીંગ કરવા છતાં પોલીસે જીવના જોખમે પાંચ કિલોમીટર સુધી પીછો કરી ઝડપી પાડયા access_time 1:12 am IST

  • જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર આગ સાથે રમત રમી રહી છે :પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર રાજ્યપાલ મારફત જે નિર્ણય લેવડાવે છે તે જમ્મુ કાશ્મીરના લોકો અને જનભાવના વિરુદ્ધ છે access_time 1:20 am IST