Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

હવે સ્વિગી પરથી ખરીદી શકાશે શાકભાજી , ફળ-ફૂલ અને કરિયાણું : નવી સર્વિસ શરૂ

દુકાનદારોને નવા ગ્રાહકો અને ડીલવરિકર્મીઓને વધારાની આવક મળશે

 

બેંગ્લોર : ઓનલાઇન ભોજન ઓર્ડર કરવા તેમજ ડિલિવરીની કંપની સ્વિગીએ હવે પોતાનાં સ્વિગી સ્ટોર લોન્ચ કર્યા છે સુવિધા અંતર્ગત કંપની અલગ અલગ દુકાનોથી રોજિંદા વપરાશમાં લેવાતાં ઉત્પાદનોની ડિલિવરી કરશે. સ્વિગીએ જણાવ્યું હતું કે તેઓ દુકાનોમાંથી સબ્જી - ફળ, કરિયાણું,ફૂલ,બાળકોનો સામાન તેમજ સ્વાસ્થ્ય ઉત્પાદનોની ડિલિવરી કરશે.

   વધુમાં સ્વિગીએ જણાવ્યું હતું કે દુકાનોની શરૂઆતની સાથે સ્વિગી એક સ્થાન પર અલગ અલગ પ્રકારનાં સામાન અને ભોજન ડિલિવરી કરનાર એક મંચ બની ગઈ છે. તેનું કાર્યક્ષેત્ર શહેરની દરેક દુકાન સુધી હશે. કંપનીનાં CEO શ્રીહર્ષ મજેતીએ કહ્યું હતું કે જાહેરાત સ્વિગીને ખાનપાનથી આગળ લઇ જશે અને ગ્રાહકોને રોજબરોજનાં સામાનની ડિલિવરી કરવામાં સરળતાં રહેશે. પગલાંથી સહયોગી દુકાનદારોને નવા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળશે તેમજ ડિલિવરી કર્મચારીઓને વધારાની આવક મળશે.

(12:10 am IST)