Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

''નારી ઉદ્યમી સન્માન ૨૦૧૯'': ભારતના વારાણસી મુકામે ઇન્ડિયન અમેરિકન મહિલા ૬૧ વર્ષીય સુશ્રી રેણું ગુપ્તાનું બહુમાન કરાયું: યુ.એસ. તથા ભારતના લોકોમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વનું યોગદાન આપવા બદલ સુશ્રી તારાબેન ગાંધીના હસ્તે એવોર્ડ એનાયત

  વારાણસીઃ ભારત તથા યુ.એસ.ના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા જીવનપર્યત કાર્યરત રહેનાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રેણું ગુપ્તાનું ભારતમાં એવોર્ડ આપી સન્માન કરાયું છે.

વારાણસી મુકામે ''બેટી એન્ડ શિક્ષા ફાઉન્ડેશન''ના ઉપક્રમે ૧૯ જાન્યુ.૨૦૧૯ના રોજ યોજાયેલ પ્રોગ્રામમાં મહાત્મા ગાંધીના પૌત્રી સુશ્રી તારા ગાંધીના  વરદ હસ્તે સુશ્રી રેણુંને ''શી ધ ચેન્જનારી ઉદ્યમી સન્માન ૨૦૧૯'' એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

૬૧ વર્ષીય સુશ્રી ગુપ્તાનો ઉછેર રાજસ્થાનમાં થયો હતો. જ્યાં તેમણે સંસ્કૃત તથા હિન્દીનો અભ્યાસ કર્યો હતો. બાદમાં અમેરિકા સ્થિત સાયન્ટીસ્ટ ડો.અરૂણ ગુપ્તા સાથે તેમના લગ્ન થતા તેઓ યુ.એસ.માં સ્થાયી થયા હતા. 

(8:06 pm IST)