Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

અમેરિકાએ ફેરવી તોળ્યું :પાકિસ્તાનને કરશે કરોડો ડોલરની મદદ

નવા નાણાકીય વર્ષમાં પાકિસ્તાનને કુલ ૩૩૬ કરોડ ડોલરની આર્થિક સહાય આપશે : ૮ કરોડ ડોલરની સૈન્ય મદદ કરશે

 

પાકિસ્તાનમાં આંતકવાદીઓના આશ્રયસ્થાનો ધમધમી રહ્યાં હોવાનું જાણ્યા બાદ પાકિસ્તાનને આર્થિક સહાય અટકાવવાની જાહેરાત કર્યા બાદ અમેરિકાએ ફરી એક વખત ફેરવી તોળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આતંકવાદનો અંત કરવા માટે પાકિસ્તાન સામે લગામ ખેંચી હતી.પરંતુ હવે અમેરિકી સરકારે નરમ વલણ અપનાવ્યું છે

    અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન માટે આર્થિક મદદની તૈયારી બતાવી છે. નવા નાણાકીય વર્ષમાં તે પાકિસ્તાનને કુલ .૩૩૬ કરોડ ડોલરની આર્થિક મદદ કરશે. સોમવારે ટ્રમ્પે વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. જેમાં પાકિસ્તાન માટે ૨૫. કરોડ ડોલરની મદદ કરવાનો પ્રસ્તાવ રાખવમાં આવ્યો હતો. જ્યારે કરોડ ડોલરની સૈન્ય મદદ કરવામાં આવશે.

   અમેરિકાનું નવું નાણાકીય વર્ષ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. થોડા અઠવાડિયા પહેલાં ટ્રમ્પ સરકારે આતંકી સંગઠનો પર અસરકારક પગલાં લેવા બદલ કડ. પગલાં લીધા હતા. અમેરિકાએ પાકિસ્તાનને મળનારી અરબ ડોલરની સહાય પર બ્રેક મારી દીધી હતી. સરકારે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠન સામે કોઈ પગલાં ભરાતાં નિર્ણય લેવાયો હતો. અટકાવવામાં આવેલી મદદ પર તેઓ વિચારવિમર્શ કરશે એમ કહેવામાં આવ્યું હતું પણ ટ્રમ્પે નવી આર્થિક મદદ જાહેર કરી. જેમાં સૈન્ય મદદનો પણ સમાવેશ થાય છે.

   પાકિસ્તાને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસેને એન્ટિ ટેરરિઝમ એક્ટ સાથે જોડાયેલા કેટલાંક નિર્ણયનો મંજૂરી આપી હતી. હવે પાકિસ્તાન સરકારે આતંકીઓ સાથે જોડાયેલી કચેરીઓ અને એકાઉન્ટ બંધ કરવા પડશે. મામલે અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે, પાકિસ્તાન અરાજકતા, હિંસા અને આતંકવાદ ફેલાવનારાઓને શરણ આપી રહ્યો છે. તેનું સમર્થન કરી રહ્યો છે. ટ્રમ્પ સરકારમાં ચર્ચા થઈ રહી હતી કે, આતંકવાદી સંગઠનોનો અંત આણવા માટે પાકિસ્તાનને આર્થિક મદદ કરવી જોઈએ કે નહીં.

   વર્ષ ૨૦૦૨થી અત્યાર સુધી અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદ સામે લડવા માટે ૩૩ અરબ ડોલર એટલે કે આશરે લાખ ૧૧ હજાર કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી છે. ઓગસ્ટમાં અમેરિકાએ કહ્યું હતું કે, જ્યાં સુધી અમેરિકા આતંકી સંગઠનો સામે અસરકારક પગલાં ભરે ત્યાં સુધી ૨૫. કરોડ ડોલરની આર્થિક સહાય અટકાવી દેવામાં આવશે.

(12:37 am IST)