Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

નોટાબંધીનો આઈડિયા RBI એ નહિ પણ RSS એ સૂચવ્યો :સરકાર પર રાહુલગાંધીના આકરા પ્રહારો

ભગવતજીએ જવાનોના શહીદોનું અપમાન કર્યું છે તેઓએ માફી માંગવી જોઈએ :કર્ણાટકમાં જાહેરસભામાં રાહુલે સરકારની નીતિ વખોડી

કર્નાટક રાજ્યમાં ચૂંટણીને લઈને પ્રવાસે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત અને વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા ચાર દિવસીય પ્રવાસ પર આવેલા રાહુલ ગાંધીએ મન મુકીને જાહેર સભામાં કેન્દ્ર સરકારની નીતિઓને વખોડી કાઢી હતી.

   રાહુલ ગાંધીએ નોટબંધી પર કહ્યું,‘આ વિચાર RBI, નાણામંત્રી અરૂણ જેટલી કે નાણા મંત્રાલયના કોઇ અધિકારીનો નથી.પરંતુ RSS વડાપ્રધાનને આ આઇડિયા સુચવ્યો હતો અને મોદીએ તેના પર કામ કર્યું હતું ’ 

   તેમણે કહ્યું,‘બીજેપી હિન્દુસ્તાનની વિવિધ સંસ્થાઓ પર કબ્જો મેળવવાનો પ્રયત્ન કરી રહી છે અને આરએસએસ પોતાના લોકોને દરેક સંસ્થાઓમાં ગોઠવવાના ફિરાકમાં છે. મોહન ભાગવત જીનું નિવેદન તમે સાંભળ્યું હશે. તેમણે દેશના જવાનોના બલિદાનનું અપમાન કર્યું છે. તેમણે પોતાના નિવેદન માટે દેશની માફી માંગવી જોઇએ.

(8:37 pm IST)