Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જીએસટી વસુલી આંકડો એક ટ્રિલિયન ઉપર જશે

કરચોરી વિરોધી પગલા અસરકારક

       નવીદિલ્હી,તા. ૧૩ : જીએસટીમાંથી મહેસુલી આંકડો આ નાણાંકીય વર્ષના અંત સુધી એક લાખ કરોડ સુધી પહોંચી જશે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કરચોરી વિરોધી પગલા અસરકારક સાબિત થઇ રહ્યા છે. ઇ-વે બિલ અમલી કરવામાં આવી રહ્યા છે. નાણામંત્રાલયના અધિકારીઓ દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. અધિકારીઓના કહેવા મુજબ એક વખતે જીએસટી રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થિર થઇ ગયા બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ એનાલીસીસ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ નવી વ્યવસ્થાને અમલી કરશે. સરકારે ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં જીએસટીમાંથી ૭.૪૪ લાખ કરોડ રૂપિયાની વાત કરી છે.

(8:00 pm IST)