Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

વેલેન્ટાઇન-ડે ઉજવવા માટે યુવા પેઢી સંપૂર્ણપણે સજ્જ

મોલ, સુપર માર્કેટ, રેસ્ટોરન્ટ, મનોરંજનના સ્થળો હાઉસફુલઃ ગીફટ બજારોમાં બોલબાલા

નવી દિલ્હી, તા.૧૩: મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં વિરોધ વચ્ચે વેલેન્ટાઈન ડેની આવતીકાલે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવનાર છે. યુવા પેઢી કેટલાક રૂઢીવાદી અને કટ્ટરપંથી સંગઠનોના વિરોધ છતાં વેલેન્ટાઈન ડેને જુદી જુદી રીતે ઉજવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.   વેલેન્ટાઈન ડેની યુવક-યુવતીઓ પહેલાથી જ રાહ જોતા હોય છે. દર ફેબ્રુઆરી મહિનામાં વિશ્વભરમાં આની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ વચ્ચે ગીફ્ટોની આપલે થાય છે. વેલેન્ટાઈન ડેને લોકો જુદી જુદી રીતે મનાવીને ઉજવણી કરે છે. વેલેન્ટાઈન ડેના એક સપ્તાહ પહેલા જ શોપિંગ મોલ, સુપર માર્કેટ, રેસ્ટોરેન્ટ અને મનોરંજન સાથે સંકળાયેલા સ્થળો સજી જાય છે. ઉપરાંત ગીફ્ટ બજારોની બોલબાલા જોવા મળે છે.

જ્વેલરી, ફ્લાવર્સ, ટેડીબિયર્સ, ચોકેલટ અને અન્ય ગીફ્ટ માટે ખાસ કાઉન્ટરો બનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે પ્રસંગે લવ સોંગ્સની પણ બોલબાલા રહે છે. જેના માટે ખાસ ઓડિયો-વીડિયો કેસેટો મનોરંજન સાથે સંકળાયેલી કંપનીઓ બનાવેછે.બેજિંગ, સંઘાઈ અને અન્ય પૂર્વીય દરિયા કાંઠાના શહેરોમાં વિશેષ આયોજન થઈ રહ્યું છે.  પ્રેમીઓ માટે ખાસ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશન સેન્ટરો દ્વારા પણ દાતાઓને પણ ખાસ ગીફ્ટ આપવામાં આવનાર છે.

વૈશ્વિક કટોકટીના તબક્કામાંથી વિશ્વના દેશો બહાર નીકળી રહ્યા છે જેથી વેલેન્ટાઈન ડેના ઉત્સાહમાં વધારો થયો છે. માત્ર ચીનમાં જ નહીં અમેરિકા અને સમગ્ર વિશ્વમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ટોપટેન વેલેન્ટાઇન

ગીફટ કઇ કઇ...

*   ફુલ

*   ડાયરી

*   પરફ્યુમ

*   સિલ્ક સ્કાર્પ

*   ચોકલેટ

*   ટેડીબિયેર

*   હાથના આકારવાળા હાર

*   આકર્ષક રિંગ

*   સુંદર ફોટોફ્રેમ

*   ખૂબસુરત કાર

(4:00 pm IST)