Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

વધુમાં વધુ બે બાળકોને જન્મ આપવાની સીમા અંગે સુપ્રીમમાં અરજી દાખલ

નિયમ ભંગ કરનારને સરકારી સુવિધાનો લાભ નહિં આપવા માંગણી

નવી દિલ્હી, તા.૧૩ : વધતી વસ્તીથી દેશના મર્યાદિત  સંશાધનો ઉપર વધતા ભારણથી ચિંતીત એક સામાજીક કાર્યકર્તાએ દંપતિ માટે બે બાળકોની સંખ્યા સુનિશ્ચીત કરવા માટે સુપ્રિમમાં લોકહિતમાં અરજી દાખલ કરી.

ઉલ્લેખનીય છે કે સામાજીક કાર્યકતા અનુપમ બાજપેયી તરફથી એડવોકેટ શિવકુમાર ત્રિપાઠીના માધ્યમથી દાખલ કરેલ આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, વસ્તીમાં વધારો થવાથી દેશના મર્યાદિત સંશાધનો પર ભારણ આવી રહ્યું છે. તેથી કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે કે દંપતિઓ દ્વારા વધુમાં વધુ બે બાળકોને જન્મ આપવાની સીમા હોવી જોઈએ. અને બે બાળકોના આ નિયમનું સખ્તપણે પાલન થવું જોઈએ. જો નાગરીક આ નિયમનું પાલન નહીં કરે તો તેઓને સરકારી સુવિધાઓ અને અન્ય લાભ માટે અયોગ્ય જાહેર કરવામાં આવે.

આ અરજી પર આ અઠવાડીયે સુનાવણી થાય તેવી શકયતા છે. જ્યારે આ અરજી પર સુનાવણી શરૂ થશે તો કેટલાય પ્રકારની સત્તાવાર હકીકતો સામે આવશે. જેમાં વસ્તી નિયંત્રણ અને અન્ય સુવિધાઓ પર ખર્ચ કર્યા બાદ પણ અપેક્ષીત પરીણામ ન મળવા અંગે પણ પર્દાફાશ થશે. જો મુખ્ય અદાલત અરજીકર્તાની માંગથી સહમત થઈ તો દેશમાં કેટલાય વ્યાપક પરીવર્તન થશે.

(3:44 pm IST)