Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

દ.આફ્રીકાના રાષ્ટ્રપતિને પાર્ટીએ આપી પદ છોડવાની ચેતવણી

અહેવાલ અનુસાર, દક્ષીણ આફ્રીકાની સત્તાધારી પાર્ટી એએનસીએ રાષ્ટ્રપતિ જૈકબ જુમાને પદ છોડવા માટે ૪૮ કલાકનો સમય આપ્યો : ડિસેમ્બર ૨૦૧૭માં પાર્ટી અધ્યક્ષ તરીકે ચુંટાયેલ ઉપ-રાષ્ટ્રપતિ સાયરીલ રામાફોસા અને જુમા વચ્ચે સત્તા હસ્તાંતરણની વાતચીત નિષ્ફળ થયા બાદ એએનસીએ આ નિર્ણય કર્યો : જુમા ૨૦૦૯થી દક્ષીણ આફ્રીકાના રાષ્ટ્રપતિ છે

(3:49 pm IST)
  • ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર બાદ દક્ષિણનો કિલ્લો કર્ણાટકમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ ઘૂમી વળશે :કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવવા કરશે કવાયત :મોદી અને શાહના કરિશ્માથી પ્રચાર અભિયાન આગળ ધપાવી કર્ણાટક કરશે કબ્જે access_time 11:26 pm IST

  • અંદામાન ટાપુઓ ઉપર ૫.૬નો મોટો ભૂકંપઃ કેન્દ્રબિન્દુ જમીનથી ૧૦ કિ.મી. નીચે છે access_time 11:38 am IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST