Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

હૈદરાબાદમાં ૧૫ હજાર વિદ્યાર્થીઓએ કરી શહેરની સફાઈ

હૈદરાબાદમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ શહેરની સફાઈ કરી વિશ્વ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો :  આ તકે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી મોહમ્મદ મહમૂદ અલી, ગૃહ મંત્રી નૈની નરસિમ્હા રેડ્ડી અને કે.ટી. રામારાવ પણ ઉપસ્થિત રહ્યા : ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં હૈદરાબાદનો સૌથી સ્વચ્છ શહેરોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો

(3:51 pm IST)
  • હવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબુ્રઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૃ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 2:34 am IST

  • દુબઈમાં તૈયાર થઈ વિશ્વની સૌથી ઊંચી હોટલ : દુબઈએ વિશ્વની સૌથી ઉંચી હોટલ બનાવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો : આ છે હોટલ ગેવોરા. જે વિશ્વની સૌથી ઉંચી હોટલ છે. હોટલની ઉંચાઈ 356 મીટર છે. એટલે કે 1 હજાર 186 ફૂટ. સોનાથી બનેલી હોટલ ગેવોરા 75 માળની છે. જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 વન બેડ રૂમ ડિલક્સ રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે : હોટલ ગેવોરા શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે : આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે : આ વિશાળ હોટલમાં 6 લિફ્ટ છે. દરેક લિફ્ટ 26 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે : આ પહેલા પણ વિશ્વની સૌથી ઉંચી હોટલનો રેકોર્ડ દુબઈના નામે જ હતો. હોટલ જે ડબ્લ્યુ મેરિએટ માર્કિસની ઉંચાઈ કરતા હોટલ ગેવોરા ફક્ત એક મીટર ઉંચી છે access_time 9:39 am IST

  • આલેલે!! વસુંધરાએ બોલેલું ફેરવી તોળ્યુ!! : ''અભી બોલો અભી ફોક'' : ગઈકાલે બજેટમાં ખેડૂતોના ૮ હજાર કરોડના દેવા માફ કરવાની જોગવાઈનો અમલ થશે જ તેવી કોઈ ગેરંટી નથી : જુદી જુદી જોગવાઈઓના સંપૂર્ણ અમલમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પીછેહટ access_time 4:16 pm IST