Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પેટ્રોલ - ડિઝલના ભાવો ઘટવા લાગ્યા : ખુશખબર!

પેટ્રોલ - ડિઝલના સતત ભાવો વધી રહ્યા છે ત્યારે પરેશાન પ્રજા માટે સારા સમાચાર છે : જો કે કેટલા ટકે એ વાત અલગ છે : મુંબઈમાં ૬ ફેબ્રુઆરીએ ૧ લીટર પેટ્રોલના રૂ. ૮૧.૨૪ હતા જે ઘટીને રૂ.૮૦.૮૭ થયા છે : ગયા સપ્તાહમાં ક્રૂડના વૈશ્વિક ભાવોમાં ભારે ઘટાડો થતા ઓઈલ કંપનીઓ આ અઠવાડીયે પેટ્રોલ - ડિઝલના ભાવોમાં મોટો ઘટાડો કરે તેવી સંભાવના છે : ડિઝલના ભાવો ૬ ફેબ્રુ.એ ૬૮.૩૯ રૂ. હતા જે ઘટીને રૂ. ૬૭.૭૫ પ્રતિ લીટર થઈ ગયા હતા

(12:49 pm IST)
  • મુંબઈ :લેન્ડ કરતી વેળાએ બેન્કોક-મુંબઈ ફ્લાઈટનું ટાયર ફાટ્યું :તમામ મુસાફરો સલામત access_time 9:42 pm IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST