Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ઓહોહો... ૭૧ કરોડનું શિવલીંગ

ઉકત તસ્વીર શિવલીંગને હિરામોતીથી મઢેલું દર્શાય છે. આજે મહાશિવરાત્રીએ સોશ્યલ મીડિયામાં આ મેસેજ ધૂમ ફરી રહ્યા છે. જેમાં લખેલુ છે કે આ શિવલીંગને રિલાયન્સ ગ્રુપના મોભી શ્રી અનિલ અંબાણીએ ૭૧ કરોડમાં બનાવ્યુ છે.

(12:40 pm IST)
  • અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST

  • મહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટૉઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી. access_time 1:30 am IST

  • આઈટીના તપાસમાં ધડાકા? : બિટકોઈનમાં મોટાભાગનું રોકાણ બે નંબરી જ છે... : સુરત : બિટકોઈન રોકાણકારોના મોટાભાગના રૂપિયા બે નંબરી હોવાનું આવકવેરાની તપાસમાં ખુલ્યુ : નાણા રોકાણકારો પાસેથી ૩૦ ટકા દંડ વસૂલાશે : ૧૦૦ લોકોના એકાદ કરોડ ડૂબ્યા access_time 4:17 pm IST