Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મુખ્તાર અબ્બાસ નકવીની શિવ આરાધનાઃ જલાભિષેક, માંગી દુઆઃ ભડકી ઉઠયુ ઉલમા

શિવરાત્રી પુર્વે કેન્દ્રીય લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ભગવાન શિવના મંદિરમાં જઇને જલાભિષેક કર્યો હતો અને આરતી કરી દેશ માટે દુઆ માંગી હતી. રામપુરના રઠોડા મંદિર ખાતે ૧પ દિવસ સુધી ચાલનાર મેળાનું ઉદ્દઘાટન પણ તેમણે કર્યુ હતુ. દરમિયાન તેમણે શિવ મંદિરમાં પુજા કરતા મદ્રેસા દારૂલ ઉલુમ ભડકી ઉઠયુ હતુ. દેવબંધી ઉલમાનું કહેવુ છે કે મનમાં કંઇક ઔર હોય અને જાહેરમાં કંઇક ઔર હોય આવુ કરે છે આ લોકો. આનાથી ન તો અમન આવશે કે ન તો પ્રેમ વધશે. એકબીજાના મઝહબી દાયરામાં સામેલ થવુ એ ખોટુ છે. જો કોઇ હિન્દુ મસ્જીદમાં જઇને નમાઝ પઢશે તો હિન્દુ સમાજ તેને અધર્મી કહે છે. નકવીની આ રીતથી અમન અને શાંતિ નહી વધે.

(9:50 am IST)