Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

હવે વોટ્સએપમાં સાયબર ક્રિમિનલ સક્રિય :ફ્રી સુઝની ઓફર યુઝર્સને ફસાવવા ટ્રેપ હોય શકે !

એડિડાસ દ્વારા ફ્રી શૂઝની ઑફરનો મેસેજ ખોટો :પર્સનલ ડિટેલ્સ ચોરી કરવાનું સ્કેમ ?

 

હવે વોટ્સએપમાં પણ સાયબર ક્રિમિનલ સક્રિય થયાનું મનાય છે નિષ્ણાંતોના માનવા મુજબ વ્હોટ્સએપ પર એડિડાસના ફ્રી શૂઝને લગતો મેસેજ આવે તો તેને અવોઈડ કરજો. અહેવાલ મુજબ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તમને ફસાવવા માટેની એક ટ્રેપ હોઈ શકે છે.

   વોટ્સએપમાંએડીડાસ પોતાની 93મી એનિવર્સરી પર 3 હજાર શૂઝની જોડી ફ્રી આપી રહી છે તમારા શૂઝ લેવા માટે Adidas.com/shoes,’ પર ક્લેઈમ કરો. પ્રકારનો મેસેજ ઘણા લોકોને એડિડાસની ઑફિશિયલ વેબસાઈટ પરથી આવી રહ્યો છે પરંતુ નિષ્ણાતો અંગે ચેતવતા કહી રહ્યાં છે કે, સાઈબર ક્રિમિનલ્સ દ્વારા ચાલી રહેલું એક સ્કેમ છે જે તમારી પર્સનલ ડિટેલ્સ ચોરી શકે છે.

   એક વેબસાઈટ જણાવ્યા અનુસાર સ્કેમમાં અત્યાર સુધી ઘણા લોકો છેતરાઈ ચૂક્યા છે. એડિડાસ તરફથી મેસેજને ખોટો ગણાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા ખાતેના એડિડાસના બ્રાન્ડ કોમ્યુનિકેશન્સ અને PR મેનેજર લોરેન હાકમેને જણાવ્યું કે, ‘અમને જાણવા મળ્યું છે કે,એડિડાસ દ્વારા ફ્રી શૂઝની ઑફર આપવામાં આવી છે તે પ્રકારનો મેસેજ વ્હોટ્સએપમાં ખૂબ ફરી રહ્યો છે અને અમે લોકોને મેસેજ ખોટો હોવાનું જણાવી રહ્યાં છીએ.’

(9:08 am IST)