Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

૫૫ ટકા ભારતીયોને સ્‍વદેશી વેકસીન ઉપર ભરોસો છેઃ ૫૦% ઇચ્‍છે છે ફ્રીમાં આપવી જોઇએ

કોરોના વેકસીન અંગે YouGovનો સર્વેઃ ૬૮ ટકા લગાવવા તૈયાર

નવી દિલ્‍હી, તા.૧૩: દેશમાં ૧૬ જાન્‍યુઆરીથી કોવિડ-૧૯ વેક્‍સીન અભિયાનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વેક્‍સીનને દેશના અલગ-અલગ ભાગમાં પહોંચાડવાનું કામ પણ શરુ થઇ ગયું છે. આવી સ્‍થિતિમાં વધારે લોકો રસીકરણ માટે ઉત્‍સુક છે, પરંતુ તેમાં સેફ્‌ટી અને અસરને લઇને સવાલ પણ છે.

YouGovના એક સર્વે રિપોર્ટ મુજબ દેશના શહેરના લોકોનો એક મોટો ભાગ (અંદાજે ૬૮ ટકા) રસીકરણ માટે તૈયાર છે. જયારે ૧/૪ આ અંગે હજુ પણ અનિヘતિ છે, જયારે ૮ ટકા લોકો વેક્‍સીનને લઇને તૈયાર નથી.

સર્વેના આંકડા મુજબ દેશના શહેરીજનોમાં સૌથી વધારે (અંદાજે ૫૫ ટકા) જનતાને અમેરિકા,  બ્રિટેન અને રશિયા જેવા વિક્‍સિત દેશોની સરખામણીએ ભારતીય મૂળની રસી (સ્‍વદેશી વેક્‍સીન) પર વધારે ભરોસો છે. જયારે કેટલાંક લોકો એવા પણ છે જે વેક્‍સીનને લઇને હજુ અનિશ્ચિત છે અથવા લેવા જ નથી ઇચ્‍છતા. કેટલાંક લોકો વેક્‍સીનની સેફ્‌ટી અંગે સંકોચ કરી રહ્યાં છે અને પહેલા તેની સમીક્ષા કરવા ઇચ્‍છે છે.

સર્વેમાં સામેલ લોકોની સાતે અડધાથી વધારે (અંદાજે ૫૦ ટકાથી) વધારે લોકોએ કહ્યું કે તેઓ ઇચ્‍છે છે કે સરકાર દેશમાં બધા લોકોને મફતમાં રસીની વ્‍યવસ્‍થા કરી આપે. અંદાજે ૩૬ ટકા લોકો કહે છે કે રસી માત્ર ગરીબ, વૃદ્ધ અથવા ગંભીર રીતે બિમાર છે, તેઓને જ ફ્રી આપવામાં આવે જયારે ૧૪ ટકા લોકો ઇચ્‍છે છે કે રસીકરણ કરાવવા માટે ઇચ્‍છુક લોકોને તેના અંગે રકમ ચૂકવવી જોઇએ. સર્વેમાં પ્રાથમિકતાના ક્રમ અંગે પુછવા પર વધારે લોકોએ કહ્યું કે હાઇ રિસ્‍કવાળા લોકો તેમજ વૃદ્ધોને રસીકરણમાં પ્રાથમિકતા આપવી જોઇએ. આ સાથે જ ફ્રંટલાઇન વર્કર્સ અને ઇમર્જન્‍સી સર્વિસવાળા લોકોને પહેલા પ્રાથમિકતા આપવી જોઇએ.વેક્‍સીનની સેફ્‌ટી અંગે શંકાઓ સિવાય, બ્રિટેનમાં મળેલા કોરોનાના નવા સ્‍ટ્રેનને ભારતીયોની ચિંતામાં વધારો કરી દીધો છે. આ નવા સ્‍ટ્રેનના સંભવિત પ્રભાવ અંગે પૂછવા પર અડધાથી વધારે (અંદાજે ૫૩ ટકા) લોકોને ડર છે કે આ અમને પણ પ્રભાવિત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કોરોના વેક્‍સીનેશન અભિયાનના પહેલા તબક્કામાં આરોગ્‍યકર્મીઓ, સફાઇકર્મચારીઓ, પોલીસ અને કેન્‍દ્રીય સુરક્ષા દળ, ડિજાસ્‍ટર મેનેજમેન્‍ટ ફોર્સના કર્મચારીઓને રસી લગાવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે દેશના બધા રાજયોમાં એવા લોકોની સંખ્‍યા અંદાજે ૩,૦૦,૦૦,૦૦૦ છે. પીએમ મોદીએ જણાવ્‍યું કે આ લોકોના વેક્‍સીનેશનનો ખર્ચ કેન્‍દ્ર સરકાર ઉઠાવશે.

(11:26 am IST)