Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મુંબઇ : બે પિસ્તોલ સાથે રાજકોટના ત્રણ જણ એટીએસની પકડમાં

બે પિસ્તોલ કારતૂસો અને ૧૪ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા

મુંબઈ,તા. ૧૩: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) અંધેરી વિસ્તારમાં ઘાતક શસ્ત્રો સાથે આવેલા ગુજરાતના રાજકોટ શહેરના ત્રણ જણને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપી હવાલા રેકેટ સાથે સંકળાયેલા હોવાની શંકા પોલીસે વ્યકત કરી હતી. એટીએસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ જુનેજા મોહમ્મદ યુુનુસ (૩૪), સૈયદ સોહેલમિયા અહમદમિયા (૨૬) અને ઈલિયાસ સુલેમાનભાઈ માજોઠી (૨૮) તરીકે થઈ હતી. તેમની પાસેથી બે પિસ્તોલ, કારતૂસો અને ૧૪ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

મળેલી માહિતીને આધારે એટીએસની ટીમે રવિવારે બપોરે અંધેરીના સિટી મોલ નજીક છટકું ગોઠવી એક કારને આંતરી હતી. કારમાંથી ત્રણ જણને તાબામાં લેવાયા હતા. તેમની પાસેથી ત્રણ લાખની રોકડ અને યુએઈનું ઓળખપત્ર સુધ્ધાં મળ્યું હતું.

(10:07 am IST)