Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ઉત્તર પ્રદેશમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાની શરણાર્થીઓની ઓળખ પ્રક્રીયા શરૂ

દેશભરમાં સૌથી પહેલા સીએએ લાગુ કરશે યોગી સરકાર

લખનૌઃ નાગરિકતા સંશોધન વિધેયક (સીએએ) સંસદમાં પસાર થયા બાદ આખા દેશમાં શરૂ થયેલ વિરોધ પ્રદર્શન વચ્ચે ગેઝેટ નોટીફીકેશન કેન્દ્રએ જાહેર કરી દીધુ છે એ સાથે આ કાયદો આખા દેશમાં લાગુ થઈ ગયો. યુપી પણ એ રાજયોમાં સામેલ થયેલ જે સીએએ કાયદા વિરૂધ્ધ સૌથી વધુ પ્રભાવિત થયેલ.

નોટીફીકેશન બાદ મુખ્યમંત્રી યોગી સરકારે જાહેરાત કરેલ કે દેશભરમાં સૌપ્રથમ ઉત્તર પ્રદેશ આ કાયદો લાગુ કરશે. કેબીનેટ મંત્રી અને સરકારના પ્રવકતા સિધ્ધાર્થનાથ સિંહે જણાવેલ કે સૌ પહેલા સીએએ અમે લાગુ કરીશુ. સરકાર તરફથી સીએએની વિગતો મળશે ત્યારે યુપી તેને લાગુ કરવામાં સૌથી આગળ રહેશે. બીજી તરફ યોગી સરકારે સીએએ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાની શરણાર્થીઓની ઓળખ પ્રક્રીયા શરૂ પણ કરી દીધી છે. યોગી સરકારે બધા જીલ્લાધિકારીઓને આ સંબંધીત નિર્દેશો જાહેર કરી દીધા છે.

(3:54 pm IST)