Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

આર્મી ચીફ નરવણેના પીઓકે અંગેના નિવેદનને શિવસેનાએ સામનામાં બિરદાવ્યુ: જો જો હવે પારોઠનાં પગલાં નહીં ભરતા...!

નરવણેએ કહ્યું હતું કે સંસદ રજા આપે તો અમે પાક કબજા હેઠળના કશ્મીરને આંચકી લેવા તૈયાર છીએ.

મુંબઈ : ભાજપના એક સમયના સાથીદાર અને હાલ મહારાષ્ટ્ર રાજ્યની સરકારના મુખ્ય ઘટક પક્ષ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકારને ચીમકી આપી હતી કે જો જો હવે પારોઠનાં પગલાં નહીં ભરતા...

   અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં ભારતીય ભૂમિદળના નવા સેનાપતિ મનોજ મુકુંદ નરવણેએ મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે સંસદ રજા આપે તો અમે પાક કબજા હેઠળના કશ્મીરને આંચકી લેવા તૈયાર છીએ.

આ વાતના સંદર્ભમાં શિવસેનાના મુખપત્ર સામનામાં આજે સોમવારે એવો અગ્રલેખ પ્રગટ કરવામાં આવ્યો હતો કે ભારતીય લશ્કર તૈયાર છે માટે હવે કેન્દ્ર સરકારે પારોઠનાં પગલાં ન ભરવાં જોઇએ. લશ્કરને આદેશ આપવો જોઇએ કે 1947માં પાકિસ્તાને ઓચિંતા લશ્કરી હુમલા દ્વારા પચાવી પાડેલા અને પાક કબજા હેઠળના કશ્મીર તરીકે જાણીતા એ હિસ્સાને આપણે કબજે કરી લેવો જોઇએ.

(11:42 am IST)