Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

મુડી ખર્ચમાં વધારો કરવા ભારતીય રેલવેની તૈયારી

૧૮ ટકાનો વધારો કરવામાં આવે તેવા સંકેત : રેલવે દ્વારા યાત્રી સુવિધા માટે વિવિધ ઉદેશ્યો નક્કી કરાયા

નવી દિલ્હી,તા. ૧૨ : ભારતીય રેલવે તેના મુડી ખર્ચમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૮ ટકા સુધીનો વધારો કરી શકે છે. મળેલી માહિતી મુજબ બજેટમાં મુડી ખર્ચ અથવા તો કેપેક્સમાં ૧૮ ટકાનો વધારો કરીને વર્તમાન નાણાંકીય વર્ષમાં ૧.૮-૧.૯ ટ્રિલિયન રૂપિયા સુધી કરવામાં આવી શકે છે. હાલમાં મુડી ખર્ચનો આંકડો ૧.૬ ટ્રિલિયન રૂપિયા  સુધીનો રહ્યો છે. આગામી દસ વર્ષ સુધી રેલવે દ્વારા કેટલાક ઉદેશ્યો નક્કી કરવામા આવી ચુક્યા છે. સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, બજેટમાં અન્ય કેટલાક પગલા લેવામાં આવી શકે છે. આગામી દસ વર્ષ માટેની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આશરે ૧૮ ટકાના સીએજીઆરમાં કેપેક્સ વધારાની યોજના રાખવામાં આવી છે.

              નાણાં મંત્રી નિર્ણલા સીતારામનને હાલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરોમાં કુલ ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવા જઇ રહી છે. બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવી શકે છે. સરકાર કોઇ તક છોડવા માટે તૈયાર નથી. નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની સામે દેશમાં રહેલી આર્થિક સુસ્તી વચ્ચેકેટલાક  પગલા લેવાની જરૂરયાત દેખાઇ રહી છે. સીતારામન બજેટમા આર્થિક વિકાસને ગતિ આપવા માટેની જાહેરાત કરી શકે છે. આ સંબંધમાં વિવિધ પગલા લેવામાં આવી શકે છે. વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ હાલમાં ઉદ્યોગપતિઓ અને અન્ય સંબંધિત નિષ્માંતો સાથે વાત કરી છે. જુદા જુદા ક્ષેત્રોના પ્રતિનિધીઓ હાલમાં સરકાર સાથે વાતચીત કરવામાં વ્યસ્ત રહ્યા છે. પોતપોતાની રજૂઆત કરવામાં આવી રહી છે. બજેટની પરંપરા મુજબ વાતચીતનો સિલસિલો જારી છે.

           સીતારામન બજેટને લઇને લઇને કહી ચુક્યા છે કે સામાન્ય લોકોની સમસ્યાને દુર કરવા માટે સરકાર સતત કટિબદ્ધ રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સતત બીજી વખત પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદથી લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. લોકોમાંની રહ્યા છે કે આ વખતે બજેટમાં કેટલીક રાહતો આપનાર છે. જોકે, મોદી સરકાર આર્થિક સુસ્તીના માહોલમાં કયા પગલા લેશે અને કયા કયા પગલા જાહેર કરે છે. તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. મોદી સરકાર પર તમામ વર્ગને મંદીના માહોલમાં ખુશ કરવા માટે દબાણ છે.

          કરવેરામાં રાહતને લઈને ચર્ચા ચાલી રહી છે. પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદ સરકાર આ બજેટ મારફતે કેટલાક પગલા લઈ શકે છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પણ ત્યારબાદ યોજાનાર છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા કયા પગલા લેવામાં આવે છે તેના ઉપર આર્થિક નિષ્ણાંતોની સાથે સાથે શેરબજાર, કોર્પોરેટ જગત અને ઉદ્યોગપતિઓની પણ નજર રહેશે. સામાન્ય પગારદાર વર્ગમાં પણ આને લઈને ચર્ચા જોવા મળી રહી છે. નાણા મંત્રી સીતારામનની હાલ સુસ્તીને લઈને ટીકા થઈ રહી છે.

(12:00 am IST)