Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વાયુસેનાની વધશે તાકાત : સરકાર 200 વિમાનો ખરીદવાની તૈયારીમાં

83 LCA તેજસ માર્ક 1A ઉન્નત લડાકૂ વિમાનો માટે ટેન્ડર પ્રક્રિયા

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાની તાકાત વધશે સરકાર લગભગ 200 વિમાનોને ખરીદવાની તૈયારીમાં છે રક્ષા સચિવ અજય કુમારે કહ્યું કે એચએએલ નિર્મિત 83 એલસીએ તેજસ માર્ક 1A ઉન્નત લડાકૂ વિમાનો માટે ટેન્ડર પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.

 અજય કુમારે કહ્યું કે આ ઉપરાંત 110 અન્ય વિમાનો માટે અભિરૂચિ પત્ર (EOI) જાહેર કરવામાં આવ્યો છે. જેના આધાર પર વિનંતી દરખાસ્ત (RFP) જાહેર કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, લગભગ 200 વિમાનો માટે સંપાદન પ્રક્રિયા ચાલુ છે.

રક્ષા સચિવે કહ્યું કે, અમે 83 હલકા લડાકૂ વિમાન (LCA) માર્ક 1Aના ટેન્ડરને અંતિમ રુપ આપવાની પ્રક્રિયામાં છીએ. આ લડાકુ વિમાન છે જે ભારતની તાત્કાલિક જરૂરીયાતોને પૂર્ણ કરશે. અજય કુમારે કહ્યું કે, એલસીએ માટે ટેન્ડર પર નિશ્ચિત રૂપે આ વર્ષે હસ્તાક્ષર કરવામાં આવશે. એમ પૂછવા પર કે નવા વિમાનોના અધિગ્રહણ માટે કોઇ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે તો રક્ષા સચિવે કહ્યું, અમે તેને જલ્દી જ કરવા માંગીએ છીએ.

રક્ષા સચિવે કહ્યું કે, ડિજાઇનને અંતિમ રુપ આપી દેવામાં આવ્યું છે અને સરકાર એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એલસીએ માર્ક 1 એ જેટનું ઉત્પાદન પ્રતિવર્ષ 8થી 16 કરશે.

(12:00 am IST)