Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

સરકાર મજબુર હશે તો ચાલશે પરંતુ દેશ મજબૂત હોવો જોઈએ : રામનો નારો લગાવી સતામાં આવ્યા હવે હિંમત બતાવો :શિવસેના

ઇન્દ્ર ગાંધીની સરકાર મજબૂત હતી પાકિસ્તાનના બે ટુકડા કર્યા ;અટલજીની સરકારે પાકિસ્તાનને કારગીલમાં હરાવ્યુ

મુંબઇ: કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સહયોગી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ફક્ત તેમની વાત કરે છે, અમે જનતાની વાત કરીએ છીએ. મારા દેશનું શું થશે તે મારી પ્રાથમિકતા છે. મારો દેશ કેવી રીતે સુધરશે, દેશનો આર્થિક સુધારો કેવી રીતે થશે તે વિષય પર વિચારી રહ્યાં છે. સરકારી યોજનાનો અમે પર્દાફાશ કર્યો છે. ભાજપ કહે છે કે અમને મજબૂત સરકાર જોઇએ. સરકાર મજબૂર હશે તો પણ ચાલશે, પરંતુ મારો દેશ મજબૂત હોવો જોઇએ.

   ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઇન્દિરા ગાંધીની સરકાર મજબૂત હતી. ઇમર્જન્સી લગાવવું તેમની ભૂલ હતી, પરંતુ પાકિસ્તાનના બે ટૂકડા કર્યા. આ હોય છે મજબૂતી અટલ બિહારી વાજપેયીની મિશ્ર સરકારે પાકિસ્તાનને કારગિલમાં હરાવ્યું. તેને કહેવાય છે જીગર દેખાડવું.

   શિવસેના પ્રમુખે કહ્યું કે હનુમાનની જાતી પૂછવામાં આવે છે, આપણે એટલા નીચે છે શું. બીજા કોઇ ધર્મના દેવતા વિશે બોલવામાં આવે છે તો કહેનારના દાંત તોડી દેવામાં આવે છે. ચૂંટણી આવતા જ વારંવાર કહેવા લાગે છે, મંદિર તેઓ જ બનાવશે. મંદિર દેખાવવાનું નથી. જો પીએમ મોદી વિષ્ણુના અવતાર છે તો રામ મંદિર કેમ નથી બનાવતા. જો આ રામ મંદિર નહીં બનાવી શકતા તો વિષ્ણુ હવે તેમનો અવતા છે એવું કહેવાશે.

  ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કહેવાય છે કે કોંગ્રેસ રામ મદિરમાં અડચણ ઉભી કરે છે. રામ મંદિરનો નારો લગાવી સત્તામાં આવ્યા, અડચણ ઉભી કરનાર કોંગ્રેસને જનતા હરાવી ચૂકી છે. હવે તમારી સંપૂર્ણ સત્તા છે, કેમ અત્યાર સુધી રામ મંદિર બનાવ્યું. અમારુ ગઠબંધન હિન્દુત્વના મુદ્દા પર થયું હતું, પરંતુ હવે ભાજપના નેતામાં રામ મંદિરને લઇને એકરૂપતાવાળા વિચાર નથી.

(12:09 am IST)