Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

# metoo ;નિર્દેશક રાજકુમાર હિરાણી સામે આસિસ્ટન્ટ ડાયરેક્ટરે લગાવ્યો યૌન શોષણનો આરોપ

નોકરી બચાવવા ચૂપ રહી હતી ;મહિલાએ લગાવેલ આરોપ રાજકુમારના વકીલે નકારી કાઢ્યા

નવી દિલ્હીઃ બોલીવુડના ટોચના ડાયરેક્ટર રાજકુમાર હિરાણીનું નામ વિવાદોમાં ફસાતું દેખાઈ રહ્યું છે. તેમની સાથે સંજૂમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરનાર એક મહિલા કર્મચારીએ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સામે આવી રહેલા મીડિયા અહેવાલ પ્રમાણે પીડિતાનું કહેવું છે કે, ડાયરેક્ટરે તેનું છ મહિના સુધી યૌન શોષણ કર્યું છે. મહિલાએ તેની ફરિયાદ કરતા ફિલ્મના કો-પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડાને એક મેલ પણ કર્યો છે. તો ફિલ્મ મેકરના વકીલે આ આરોપોને નકારી દીધા છે. 

  જાણવા મળ્યા મુજબ આરોપ લગાવનાર મહિલાએ કહ્યું કે, મેલમાં તેણે લખ્યું છે કે રાજકુમારે 9 એપ્રિલ 2018ના ખરાબ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેમણે ઘર અને ઓફિસમાં બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેની પાસે ચુપ રહેવા સિવાય કોઈ વિકલ્પ નહતો. તે જ્યાં સુધી ચુપ રહી શકતી હતી, ત્યાં સુધી રહી. કારણ કે, તે પોતાની નોકરી ગુમાવવી માગતી નહતી. 

   એક અહેવાલ મુજબ જ્યારે હિરાણી સાથે આ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે જવાબની જગ્યાએ મહિલાની ચાથે થયેલા ચેટના સ્ક્રીનશોટ અને પિન્ટઆઉટ શેર કર્યા હતા. તેમના વકીલે કહ્યું કે, વાતચીત જણાવે છે કે મારા ગ્રાહક પર લાગેલા આરોપ જેના આધારે તમને સવાલ થઈ રહ્યાં છે, તે આરોપ ખોટા અને પાયાવિહોણા છે. પરંતુ વિધુ વિનોદ ચોપડાની પત્ની અનુપમાએ આ વાતની ખાતરી કરી તે તેને મેલ મળ્યો છે.

(11:42 pm IST)