Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

સાઉદી અરેબિયા પાકિસ્તાનના ગવાદરમાં ૧૦ અબજ ડોલરના રોકાણથી ઓઈલ રિફાનરી બનાવશે

રિફાઇનરીમાં પાકિસ્તાન અને ચીનની હશે ભાગીદારી :હિંદ મહાસાગરમાં ચીનની મદદથી પોર્ટ બનાવશે

મુંબઈ : સાઉદી અરેબિયા પાકિસ્તાનના ગવાદર ખાતે ૧૦ અબજ ડોલરના રોકાણથી ઓઈલ રિફાનરી સ્થાપશે એમ સાઉદીના એનર્જી મિનિસ્ટરે જણાવ્યુ હતું. આ ઉપરાંત તે હિંદ મહાસાગરમાં ચીનની મદદથી પોર્ટ બનાવવામાં આવી રહ્યુ છે. ઓઈલના ભાવમાં વધારો થતા કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં વધારો થયો છે આ ઉપરાંત અત્યાર આર્થિક મુશ્કેલીઓને કારણે પાકિસ્તાને સાઉદી અરેબિયા પાસેથી મદદ માગી છે. ગત વર્ષે સાઉદી અરેબિયાએ પાકિસ્તાને ૬ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી હતી.

  સાઉદીના એનર્જી મિનિસ્ટર ખાલિદ અલ ફલાહે જણાવ્યુ કે, સાઉદી અરેબિયા પાકિસ્તાનમાં ઈકોનોમિક કોરિડોર બનાવવા જઈ રહ્યુ છે તેની સાથે તે ઓઈલ રિફાઈનરીની પણ સ્થાપના કરવા જઈ રહી છે જેમાં પાકિસ્તાન અને ચીનની ભાગીદાર રહેવાની છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન એગ્રિમેન્ટ ઉપર હસ્તક્ષર કરવા માટે પાકિસ્તાની મુલકાતે આવશે.

  ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પાછળ ચીને ૬૦ અબજ ડોલરનું ખર્ચ કર્યુ છે. જેમાં પાવર સ્ટેશન, હાઈવે, નવી અને અપગ્રેડ રેલવે અને સારા પોર્ટનો સમાવેશ થાય છે. જે પાકિસ્તાને વેસ્ટ ચાઈના સાથે જોડવાની મેજર લિંક બનાવશે.

  પાકિસ્તાનના પેટ્રોલિમ મિનિસ્ટર ગુલાબ સરવર ખાને જણાવ્યુ કે, ગવાદર ખાતે તે ઓઈલ રિફાઈનારી સેટઅપ કરવા જઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં ઈમરાન ખાનની સરકાર આવ્યા પછી પાકિસ્તાનએ સાઉદી અરેબિયા, યુનાઈટેડ અરબ ઈમેરાત અને ચીન પાસેથી આર્થિક સહાયની માગણી કરી છે.

(10:51 pm IST)
  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની પુત્રીનું અપહરણ કરવાની ધમકી :સીએમઓ ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળતા દિલ્હી પોલીસમાં ફરિયાદ :પોલીસે કેજરીવાલની પુત્રીની સુરક્ષા વધારી :મામલાની તપાસ સાઇબર સેલની સોંપી :ધમકીભર્યા ત્રણ ઈમેલ સીએમની સત્તાવાર ઈમેલ આઈડીમાં આવ્યા જેમાં બે ઇમેલમાં અપહરણ કરવાની ધમકી આપી access_time 12:47 am IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST