Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

દિલ્હી પોલીસને મોટી સફળતા: હથિયારો સાથે હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓ ઝડપાયા :મોટા હુમલાના કાવતરાનો પર્દાફાશ

નવી દિલ્હી:આતંકીઓ વિરુધ દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા બે આતંકીઓની ધરપકડ કરાઈ છે.

દિલ્હી પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને શોપિયાથી આ બે આતંકીઓને ઝડપી પાડ્યા છે. આ દરમિયાન આતંકીઓ પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે, જેમાં એક પિસ્તોલ અને ૧૪ જીવતા કારતૂસ શામેલ છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, "આતંકીઓ દ્વારા દિલ્હી - NCRમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ માટે તેઓ દેશના ઉત્તરી ભાગોમાંથી હથિયારો ખરીદી રહ્યા હતા".

ધરપકડ કરાયેલા આ ૨ આતંકીઓ માંથી એકનું નામ કિફાયતુલ્લા બતાવવામાં આવી રહ્યું છે, જયારે અન્ય એક સગીર વયનો છે. તેઓ જમ્મુ - કાશ્મીરમાં નવીદ બાબુના સંપર્કમાં હતા. નવીદ બાબુ પહેલા પોલીસમાં કામ કરતો હતો, ત્યારબાદ તેને આતંકવાદી બન્યો હતો.

(8:55 pm IST)