Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

21000 કરોડના ખર્ચે ભારત - ચીન બોર્ડર આસપાસ 44 વ્યૂહાત્મક રસ્તાઓ બનાવશે ભારત સરકાર

ચીન પર રહેશે ચાંપતી નજર : 2100 કિલોમીટરના મુખ્ય તેમજ સંપર્ક માર્ગોનું થશે નિર્માણ

નવી દિલ્હી: ચીન બોર્ડર આસપાસ ભારત 21000 કરોડના ખર્ચે વ્યહાત્મક રસ્તાઓ બનાવશે સરકાર ચીનથી અડીને બોર્ડર પર 44 વ્યૂહાત્મક માર્ગોનું નિર્માણ કરવાની સાથે પાકિસ્તાન બોર્ડર પર આવેલા પંજાબ તેમજ રાજસ્થાનમાં લગભગ 2100 કિલોમીટરની મુખ્ય તેમજ સંપર્ક માર્ગોનું નિર્માણ કરશે.

  કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (સીપીડબ્લ્યૂડી)ની આ મહિને જાહેર કરાયેલ વાર્ષિક રિપોર્ટ (2018-19)ના અનુસાર એજન્સીને ભારત-ચીન બોર્ડર પર 44 ‘વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ’ માર્ગોનું નિર્માણ માટે કહેવામાં આવ્યું છે જેથી સંધર્ષની સ્થિતિમાં સેનાને તાત્કાલિક ગોઠવવાનું સરળ બની રહે.

  ભારત તેમજ ચીનની વચ્ચે લગભગ 4000 કિલોમીટરની વાસ્તવિક નિયંત્રણ રેખા જમ્મૂ-કાશ્મીરથી લઅને અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તારથી પસાર થાય છે. આ રિપોર્ટ એવા સમયે આવી છે જ્યારે ચીન ભારતની સાથે કરવામાં આવતા સરહદ પર પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપી રહ્યું છે. ગત વર્ષે ડોકલામમાં ચીને માર્ગ બનાવવાનું કાર્ય શરૂ કર્યા પછી બંને દેશોના સૈનિકોમાં અવરોધની પરિસ્થિતિ ઉભી થઇ ગઇ હતી.

  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારત-ચીન પર વ્યૂહાત્મ દ્રષ્ટીથી મહત્વપૂર્ણ આ 44 માર્ગોનું નિર્માણ લગભગ 21 હજાર કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા સંબંધી મામલે મંત્રીમંડળ સમિતિ (સીસીએસ)થી વિસ્તૃત પરિયોજના રિપોર્ટ પર મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

  સીપીડબ્લ્યૂડીના અહેવાલમાં જાણવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન બોર્ડર પર રાજસ્થાન તેમજ પંજાબમાં 5,400 કરોડ રૂપિયાના ખર્ચથી 2100 કિલોમીટરના મુખ્ય તેમજ સંપર્ક માર્ગોનું નિર્માણ કરવામાં આવશે.

   રિપોર્ટ  મુજબ  સીપીડબ્લ્યૂડીના ભારત-ચીન બોર્ડરથી અડીને પાંચ રાજ્યો જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ તેમજ અરૂણાચલ પ્રદેશમાં 44 વ્યૂહાત્મક રીતથી મહત્વપૂર્ણ માર્ગોનું નિમાણનું કાર્ય સોંપવામાં આવ્યું છે.

(7:26 pm IST)