Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

સિક્કિમ સરકારે દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની યોજના કરી લોન્ચ

પ્રારંભે 11773 લોકોને એપોઈંટ્મેન્ટ લેટર આપયા :ખેડૂતનો લોન પણ માફ કરી દીધી

સિક્કિમ સરકારે એવી એક યોજના શરુ કરી છે જેમાં જો સફળતા મળી તો દેશના બીજા રાજ્યો પણ આ પ્રકારની યોજનાને અમલમાં મુકવા લલચાઈ શકે છે. સિક્કિમના સીએમ પવનકુમાર ચામલિંગાએ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની યોજનાનુ લોન્ચિંગ કર્યુ છે

  .આ લાભ એ તમામ પરિવારોને મળશે જેમનો કોઈ પણ સભ્ય હાલમાં સરકારી નોકરીમાં નથી.સાથે સરકારે ખેડૂતોની લોન માફ કરવાની પણ જાહેરાત કરી છે

  ચામલિંગે રોજગાર મેળામાં આ યોજનાનો આરંભ કરીને કુલ 11772 લોકોને સરકારી નોકરીના એપોઈન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા.

   તમામને પાંચ વર્ષ બાદ કાયમી કરી દેવાશે.ચામલિંગે કહ્યુ હતુ કે સરકારમાં ગાર્ડ, માળી, વોર્ડ એટેન્ડેન્ટ, ગ્રામ્ય પોલીસ જેવી વિવિધ 26 પોસ્ટ પર નોકરી અપાઈ રહી છે.

(6:42 pm IST)