Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

યુપીમાં ભાજપ વિરોધી લડાઈમાં મદદ કરનાર તમામ પાર્ટીને અમે સમર્થન આપશું : આઝાદ

બે પગલાં પાછળ હટવું પડે છતા અમે ગઠબંધન કરીશું

લખનૌ ઉત્તર પ્રદેશમાં સપા અન બસપાના ગઠબંધન બાદ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે લખનઉમાં કોંગ્રેસના નેતાઓ સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠક બાદ ગુલાબનબીએ જણાવ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડવામાં આવશે.કોંગ્રેસ યુપીની તમામ 80 બેઠક પર ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારશે.     

   આઝાદે કહ્યુ કે, ભાજપ વિરોધી લડાઈમાં મદદ કરનાર તમામ પાર્ટીને કોંગ્રેસ સમર્થન આપશે આઝાદે વધુમાં કહ્યુ કે, કોંગ્રેસે હમેશા દેશના ખેડૂતો માટે કામ કર્યુ છે. કોંગ્રેસે દેશને આઝાદી અપાવી છે. અને નહેરૂજીના નેતૃત્વમાં દેશના તમામ વર્ગના નાગરિકોને સાથે લઈને ચાલી છે.

    ભાજપના અત્યાચારોથી લોકોને મુક્ત કરવા સમાજવાદી પાર્ટી અને બહુજનસમાજવાદી પાર્ટીએ એક થવાનો નિર્ણય લીધો છે. જેઓ એક થઈને ભાજપથી દેશને મુક્ત કરાવશે. સપા અને બસપા મળીને ભાજપનો મુકાબલો કરશે. બહુજનસમાજ પાર્ટી સાથે ગઠબંધન કરવા બે પગલાં પાછળ હટવું પડે છતા અમે ગઠબંધન કરીશું. સમય સાથે બંન્ને પાર્ટીઓના સંબંધો વધારે મજબૂત થશે.

 

(6:25 pm IST)