Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી કમલનાથની દિલેરી: તેમને ‘ડાકુ’ કહેનાર શિક્ષકને માફી બક્ષી : સસ્પેન્સન પણ રોકાવ્યું

નવી દિલ્‍હી : મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથને ડાકુ કહેનાર શિક્ષકને તેમણે માફ કરી દીધો એટલું જ નહીં પણ તેનું સસ્પેન્શન પણ રોકાવ્યુ. આ એક સારી નિશાન કહેવાય.

વાત એમ છે કે, મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ અશિષ્ટ ભાષામાં વાત કરનાર શિક્ષકને સ્થાનિક વહીવટીતંત્રએ સસ્પેન્ડ કરી દીધો હતો. આ શિક્ષક શાળામાં કમલનાથ વિરુદ્ધ બોલ્યો હતો અને આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ સ્થાનિક વહીવટીતંત્રએ આ શિક્ષકને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.

જો કે, કમલનાથે આ સસ્પેન્શનનો ઓર્ડર રોકાવ્યો અને આદેશ આપ્યો કે, એ શિક્ષકને પરત નોકરીમાં લેવામાં આવે.

કમલનાથે કહ્યું કે, તેમણે એ શિક્ષકને માફ કરી દીધો છે.  જિલ્લા કલેક્ટરે મુકેશ તિવારી નામના શિક્ષકને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ શિક્ષક જબલપુરમાં આવેલા સ્કૂલમાં નોકરી કરતો હતો.

મુકેશ તિવારી વીડિયોમાં કમલનાથને ડાકુ તરીકે સંબોધતો હોય તેમ જણાય છે.

જો કે, કમલનાથે કહ્યું કે, તેમના ધ્યાનમાં એ વાત આવી કે, જિલ્લા વહીવટીતંત્રએ આ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે પણ મેં આ સસ્પેન્સન રદ કરવાનું કહ્યુ છે.

હું હંમેશા વાણી સ્વાતંત્ર્યનો આગ્રહી છું. શિક્ષક સામે જે પગલા લેવામાં આવ્યા તે કદાય નિયમો અનુસાર હશે પણ મેં તેને માફ કરી દીધો છે. મુખ્યમંત્રી કમલનાથે એક નિવેદનમાં કહ્યુ.

મધ્યપ્રદેશ: કમલનાથ સરકારે ખેડૂતોને દેવામાફી બાદ પ્રજાના રક્ષકોને પણ આપી મોટી રાહત કમલનાથે વધુમાં કહ્યું કે, એ શિક્ષકે તેના અંતરઆત્માને પુછવુ જોઇએ કે, એક ચુંટાયેલા મુખ્યમંત્રી વિરુદ્ધ કેવા શબ્દોનો પ્રયોગ કરવો જોઇએ?

(3:17 pm IST)